ETV Bharat / state

Ahmedabad Cyber Crime : 200થી વધુ ફોન આઈએમઈઆઈ નંબર બદલનાર આરોપીએ કર્યા ખુલાસા - આરોપી

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે 200થી વધુ ફોન આઈએમઈઆઈ નંબર બદલનાર આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં અનેક ખુલાસા થયા છે. નેહરુનગર પાસે મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરતા અબ્દુલ ખાલીકે 200 ફોનના આઈએમઈઆઈ નંબર બદલી નાખ્યાં છે.

Ahmedabad Cyber Crime : 200થી વધુ ફોન આઈએમઈઆઈ નંબર બદલનાર આરોપીએ કર્યા ખુલાસા

author img

By

Published : Feb 15, 2023, 7:32 PM IST

આરોપીએ કોમ્પ્યુટર દ્વારા ફોનના IMEI નંબર બદલતો હોવાની કબૂલાત કરી

અમદાવાદ : સાયબર ક્રાઇમના ઇતિહાસમાં પહેલીવાર એવો કેસ ધ્યાને આવ્યો છે. આ કેસમાં ગુનેગાર દ્વારા અન્ય ક્રિમિનલ કરતા એક પગલું આગળ વધીને એવી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જે જાણીને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ પણ દંગ રહી ગઈ છે. અત્યાર સુધી અનેક લોકોના મોબાઇલ ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આરોપી માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે મોબાઇલ ખોવાઇ જવાની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ફરિયાદીના મોબાઇલને શોધવા માટે તેના IMEI નંબરને ટ્રેસ કરીને મોબાઈલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ જો તમને એવી ખબર પડે કે તમારા મોબાઇલનો IMEI નંબર જ બદલાઈ ગયો છે તો. આજ પ્રકારનો કેસ સાયબર ક્રાઇમની પાસે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમે એક એવા યુવકની ધરપકડ કરી છે. આરોપી માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે પરંતુ તેણે ગુનાની દુનિયામાં માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ખોવાયેલા આઈફોનનું લોકેશન મળ્યાના મેસેજથી ચેતજો, નહીં તો કાયમ માટે આઈફોન ગયો સમજો

તપાસમાં અનેક ખુલાસા થયા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે મોબાઈલ ફોનમાં IMEI નંબર બદલી નાખવાના કૌભાંડમાં ઝડપેલા યુવકની તપાસમાં અનેક ખુલાસા થયા છે. સાયબર ક્રાઇમે નેહરુનગર ચાર રસ્તા પાસે આવેલા જનપથ કોમ્પ્લેક્સમાં મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરતા અબ્દુલ ખાલીક નામના યુવકની ધરપકડ કરી હતી. આ મામલે પકડાયેલા યુવકે પોતાની પાસે રહેલ યુ.એમ.ટી (અલ્ટીમેટ મલ્ટી ટુલ) સોફ્ટવેરના માધ્યમથી પોતાની પાસે રહેલ કોમ્પ્યુટર દ્વારા ફોનના IMEI નંબર બદલતો હોવાની કબૂલાત કરી હતી.

200 કરતા વધુ મોબાઈલ ફોન પર હાથ અજમાવ્યો આરોપીએ અત્યાર સુધીમાં 200 કરતા વધુ મોબાઈલ ફોનને આ જ પ્રકારે IMEI નંબર બદલ્યા હોવાની પણ હકીકત ખુલતા સાયબર ક્રાઇમએ આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ત્રણથી પાંચ હજાર રૂપિયા લઈને કોઈપણ મોબાઇલના IMEI નંબરને બદલી નાખતો હતો અને છેલ્લા ઘણા સમયથી તે આ મોબાઇલ રીપેરીંગની દુકાનમાં પ્રવૃત્તિ આચરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ જે મોબાઈલ ફોનના IMEI નંબર બદલ્યા તે ફોન ચોરીના હતા કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : સાયબર ગઠિયાઓ આ રીતે કરે છે તમારા બેન્ક એકાઉન્ટ સાફ, જાણો કઈ રીતે બચી શકાય

મોબાઇલ ફોન બાબતે આઈટીઆઈનો કોર્સ આ મામલે પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને 2006માં રીલીફ રોડ ઉપર આવેલી સુલતાન અહેમદ યતીન ખાના ખાતેથી મોબાઇલ ફોન બાબતે આઈટીઆઈનો કોર્સ કરીને છેલ્લા 15 વર્ષથી મોબાઈલ રીપેરીંગનું કામ કરે છે.

તમામ ઉપકરણો કબજે અંગે સાયબર ક્રાઇમના ACP જે.એમ. યાદવે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ આરોપી દ્વારા મોબાઈલ ફોનના IMEI નંબર જે સોફ્ટવેરથી બદલવામાં આવતા હતા, તે તમામ ઉપકરણો કબજે કરવામાં આવ્યા છે અને હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.