અમદાવાદ : અમદાવાદમાં લગ્નના ટૂંકાગાળામાં જ આપઘાત કરી લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં 4 માસના લગ્ન જીવનમાં એક યુવકે પત્ની અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે અંતિમ વીડિયો બનાવી પોતાની આપવીતી કહી રિવરફ્રન્ટ પર કૂદી જીવન ટુંકાવ્યું હતું. પિયરમાં ગયેલી પત્ની માતાની ચઢામણીમાં આવીને પતિને ત્રાસ આપતી હતી. જોકે યુવકના અંતિમ વીડિયોના આધારે પોલીસે આત્મહત્યા દુષપ્રેરણનો ગુનો દાખલ કર્યો છે.
આ ઘટનાને પગલે પોલીસે હાલ ગુનો દાખલ કર્યો છે. વીડિયોને FSL ના મોકલી તેનો રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે...એચ. એમ. કણસાગરા ( ACP, બી ડિવિઝન )
પત્નીનો ઉદ્દેશીને અંતિમ સંદેશ : અમદાવાદની સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા ગુફરાન ગૌસી નામના યુવકે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જોકે તેના ફોનમાંથી મળી આવેલા તેના અંતિમ વીડિયોમાં તે પત્ની ફરહીનબાનુને કહે છે કે, અબ ખુશ હો જાના ફરહીન તેરી મમ્મી કો કહેના હમે અલગ કર દિયાના, હર લડાઈ મે આપકા હી સાથ થા. આ પ્રકારનો આક્ષેપ સાથેનો વીડિયો બનાવી પત્ની ફરહીન અને સાસુ ઇસરતજહા પઠાણ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી જીવન ટૂંકાવ્યું હતું.
દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો : મૃતક ગુફરાનને તેની પત્ની ફરહીન અને માતા ઇસરતજહાનીએ હેરાન-પરેશાન કરી માનિસક ત્રાસ આપી મરવા મજબૂર કર્યો હતો. જેના કારણે 7 સપ્ટેમ્બરના રોજ ગુફરાન રિવરફ્રન્ટ પર નદીમાં કૂદી જીવન ટુંકાવ્યું હતું. રિવરફ્રન્ટ સરદાર બ્રિજ વોકવે પર ગુફરાનનો મોબાઇલ અને એક્ટિવા ચાવી મળી હતી. જેના આધારે નદીમાં તપાસ કરતા ગુફરાનની લાશ મળી આવી હતી. જે ગુફરાન મોબાઇલ જોતા આ અંતિમ વીડિયો સામે આવ્યો હતો. જેના આધારે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસમાં દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અંતિમ વીડિયોમાં શું કહ્યું : મૃતક ગુફરાન વેજલપુરમાં રહતો હતો અને કોમ્પ્યુટર ટીચર તરીકે નોકરી કરતો હતો. ગુફરાનના સામાજિક રીતરિવાજ મુજબ વેજલપુરમાં જ રહેતી ફરહીનબાનું સાથે 31 મે 2023ના રોજ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ ફરહીનબાનું હરવા ફરવા ખૂબ શોખ હોવાથી બન્ને વચ્ચે ઝઘડા થતાં હતાં. તેવામાં મહોરમનો તહેવાર હોવાથી ગુફરાન તેની પત્નીને પિયર મુકવા ગયો હતો. જે બાદ તહેવારના બીજા દિવસ ગુફરાન લેવા જતા ફરહીન પરત આવવાની ના પાડી અને ફરહીનની માતાએ ચઢામણી કરતા કહ્યું કે તારે જે કરવું હોય તે કર જીવવું હોય જીવ, કાલે મરતો હોય તો આજે મર, મારી દીકરીને તારી સાથે નહીં મોકલું. તેમ કહી મરવા ઉશેકરણી કરી ગુફરાન અને તેના પરિવારના નંબર બ્લોક લિસ્ટમાં મૂકી દીધા હતાં. જે બાદ ગુફરાન ડિપ્રેશનમાં આવી જતા તેની દવા શરૂ કરી હતી. ગુફરાને અંતિમ વીડિયોમાં પત્નીને કહ્યું કે જ્યારે તને હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યારે હું એકલો જ તારી સાથે હતો, બીજું કોઈ જ ન હતું અને અત્યારે તું મારી જોડે નથી. તારી મમ્મીના કહેવાથી આમ કરી પતિ-પત્નીના ઝઘડામાં સાસુ વચ્ચે પડી હેરાન કરતા હોવાનો વીડિયોમાં આક્ષેપ કર્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તપાસ કરશે : આ ઘટનાને લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતકની પત્ની અને સાસુ સામે આત્મહત્યા દુષપ્રેરણનો ગુનો દાખલ કરી મૃતકના ફોનમાંથી મળી આવેલા વીડિયોને લઈને તપાસ શરૂ કરી છે. હાલ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે.