ETV Bharat / state

Ahmedabad Crime : MLA ગુજરાત નેમ પ્લેટ સાથે ગાડીમાં રોફ જમાવતાં બે નબીરાની પોલીસે કરી ધરપકડ - અમરાઇવાડીના ધારાસભ્યના પુત્ર હોવાની શેખી

અમદાવાદ જેવા મહાનગરમાં રોફ જમાવવા એમએલએ ગુજરાત લખેલી કાર લઇને નીકળવાનો નુસખો બે યુવકોને ભારે પડી ગયો છે. આ બે નબીરા અમરાઇવાડીના ધારાસભ્યના પુત્ર હોવાની શેખી મારતાં એમએલએ ગુજરાતના નેમ પ્લેટવાળી ગાડીમાં ફરતા હતાં.

Ahmedabad Crime : એમએલએ ગુજરાત નેમ પ્લેટ સાથે ગાડીમાં રોફ જમાવતાં બે નબીરા પોલીસની ઝપટે પડ્યાં, પછી તો જો થઇ છે

author img

By

Published : Aug 12, 2023, 5:51 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેરને પોતાની જાગીર સમજીને મનફાવે તેવી રીતે વાહન ચલાવતા ચાલકો પર ગાળીયો કસવા માટે શહેર પોલીસે રાતના સમયે વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી છે. જેથી તથ્ય પટેલ અકસ્માત કેસ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. તેવામાં શહેરના નબીરાઓ માટેના હોટસ્પોટ સિંધુભવન રોડ પર રાત્રીના સમયે પોલીસ વાહન ચેકિંગમાં હતી, જે દરમિયાન MLA GUJARAT લખેલી નેમ પ્લેટ ગાડીમાં લઈને ફરતા બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓને પોલીસે પકડતા પોતે ધારાસભ્યના પુત્ર હોવાની ઓળખ આપી હતી. જોકે બાદમાં તેઓની તપાસ કરતા બન્ને ધારાસભ્યના પુત્ર કે તેઓના પરિવારમાં કોઈ ધારાસભ્ય ન હોવાનું સામે આવ્યું છે.

બન્ને યુવકો વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી છે અને તેઓ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં આ પ્રકારની પ્લેટ લગાવીને ફરતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગાડી કબ્જે કરી વધુ તપાસ ચાલુ છે...વી. જે. ચાવડા( પીઆઈ, સરખેજ પોલીસ સ્ટેશન)

સિંધુભવન રોડ પર પકડાયા : અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એક મહિના માટે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં બેફામ ગાડી ચલાવતા, ડાર્ક ફિલ્મ, તેમજ ફેન્સી નંબર પ્લેટની ગાડીઓ ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા સિંધુભવન રોડ પર રાત્રીના સમયે પોલીસ ચેકિંગમાં હતી. ત્યારે એક GJ0WL12666 નંબરની કિઆ સેલ્ટોસ કાર સરદાર પટેલ રિંગ રોડથી સિંધુભવન રોડ પર પસાર થઈ રહી હતી. ત્યારે પોલીસે ગાડીને રોકતાં તેમાં MLA GUJARAT નેમ પ્લેટ આગળના ભાગે રાખેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. કારચાલક ક્રિશ પટેલની પૂછપરછ કરતાં તેણે પોતે અમરાઈવાડીના ધારાસભ્યનો પુત્ર હોવાની વાત પોલીસને જણાવી હતી.

એમએલએ ગુજરાત લખેલી પ્લેટ
એમએલએ ગુજરાત લખેલી પ્લેટ

સરકારી ગાડીનો રોફ મારવા પ્રયાસ : ગાડીમાં તપાસ કરતા તેમા એક દંડો પણ મળી આવ્યો હતો. જે ગાડીમાં ક્રિશ શૈલેષભાઈ પટેલ, તેમજ વિશ્વ મુકેશભાઈ પટેલ નામનાં 20 વર્ષીય બે યુવકો સવાર હતાં. તેઓને ગાડીમાં લગાવેલી MLA GUJARAT ની પ્લેટ વિશે પૂછતાં પોતે ધારાસભ્યના પુત્ર હોવાની ઓળખ આપી હતી. જે બાબતે તપાસ કરતા તેઓ કોઈ ધારાસભ્યના પુત્ર ન હોવાનું સામે આવ્યું હતું, કારચાલક ક્રિશ પટેલ પોતે કોઈ ધારાસભ્યનો પુત્ર ન હોવા છતાં માત્ર રોંફ મારવા માટે પોતાની ગાડીમાં MLA GUJARAT ની પ્લેટ મુકી તેનો દૂરુપયોગ કરતો હોઇ આ મામલે સરખેજ પોલીસે IPCની કલમ 170 તેમજ જી.પી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી બન્ને યુવકોની ધરપકડ કરી છે.

  1. Bhavnagar Crime: MLAના દીકરા અને પોલીસ વચ્ચે થયેલી સામસામી ફરિયાદમાં હવે હોસ્પિટલ તંત્રને પત્ર
  2. Bhavnagar Crime: તળાજા MLA પુત્રની પોલીસકર્મી સાથે બબાલ મામલો, ફરિયાદ બાદ 4 ની અટકાયત
  3. Ahmedabad Fake Police : રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.