ETV Bharat / state

Ahmedabad Crime : પ્રેમલગ્ન કરનાર યુવતીનો પતિ નીકળ્યો હેવાન, દારૂ પીને પત્નીને મોઢામાં ડૂચો ભરાવીને કરતો આવું કામ - પત્ની પર ગુજારવામાં આવતો અમાનુષી અત્યાચાર

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘરેલુ હિંસાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં પતિ દ્વારા દારૂના નશામાં પત્ની પર ગુજારવામાં આવતો અમાનુષી અત્યાચાર સામે આવ્યો છે. આ મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime : પ્રેમલગ્ન કરનાર યુવતીનો પતિ નીકળ્યો હેવાન, દારૂ પીને પત્નીને મોઢામાં ડૂચો ભરાવીને કરતો આવું કામ

author img

By

Published : Apr 27, 2023, 4:54 PM IST

અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય નિકિતા (નામ બદલેલ છે) ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તે જીસીએસ હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યારે દૂરના સગાનો છોકરો સૂરજ (નામ બદલેલ છે) તેના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા 20 જુલાઈ 2021ના રોજ નિકિતાએ પરિવારના સભ્યોને જાણ કર્યા વિના સૂરજ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં.

પતિના દારુ પીવાનો વિરોધ : જે બાદ એક મહિના પછી નિકિતા સૂરજ સાથે તેના વતન તલોદમાં રહેવા ગઈ હતી. તે વખતે સૂરજના ઘરમાં તેના માતા-પિતા, તેનો ભાઈ રહેતો હોય તેઓની સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જે બાદ એક મહિના સુધી સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. જે બાદ નિકિતાનો પતિ સૂરજ દારૂ પીને ઘરે આવવા લાગ્યો હતો. જે બાબતનો નિકિતાએ વિરોધ કરતા પતિ સૂરજ તેમજ સાસુ-સસરા અને દિયર એક સંપ થઈને તેની સાથે ઝઘડો કરીને ત્રાસ આપતા હતાં.

આ પણ વાંચો Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

પતિ અને સાસરિયાંનો ત્રાસ વધ્યો : ત્રણ મહિના પછી નિકિતા પતિ સુરજ સાથે તેના મામા મામીના ગામ સાબરકાંઠા ખાતે બંને રહેવા ગયા હતા. જોકે ત્યાં પણ સૂરજ દારૂ પીને આવીને નિકિતા સાથે ઝઘડો કરી તેને રૂમમાં બંધ કરી મોઢામાં ડૂચો મારીને માર મારતો હતો. નિકિતા સૂરજના મામા મામીને સૂરજને સમજાવવાનું કહેતા તેઓ પણ સુરજનો પક્ષ લઈને તેને પોતાની વિરુદ્ધમાં ચઢામણી કરાવીને માર મરાવતા અને શારીરિક ત્રાસ આપતા હતાં. તે સમયે સૂરજના મામીનો ભાઈ ત્યાં અવારનવાર જરૂર કરતો હોય તેને પણ સુરજનું ઉપરાણું લઈને નિકિતાને બાપના ઘરેથી જમીન છે, તેમાંથી ભાગ લેવાનું કહીને હેરાન કરવાની શરૂ કરી હતી. જે બાદ સૂરજના માતા પણ તેને ચડામણી કરી નિકિતાને ત્રાસ અપાવતા હતાં.

માબાપ પાસેથી નાણાં લાવવા દબાણ : વારંવાર મા-બાપના ઘરેથી પૈસા લઈ આવ અહીંયા મકાન બનાવવાનું છે, તેવું કહીને તેમજ તું ભણેલી છે નોકરી કરીને પગાર લાવ તેમ કહીને બે મહિના જેટલો સમય તેઓએ ત્રાસ આપ્યો હતો. તે છતાં પણ નિકિતાએ તમામ બાબતો મૂંગા મોઢે સહન કરી હતી અને ત્યાં રહેવાની ના પાડતા સૂરજ તેને કઠવાડા ગામ ખાતે એક મકાન ભાડે રાખી ત્યાં રહેવા લઈ ગયો હતો. જ્યાં પણ અવારનવાર સૂરજ તેને દારૂ પીને મારઝૂડ કરી ત્રાસ આપતો હોય અને તેના માતા પિતા તેમજ ભાઈ અને મામી દ્વારા અવારનવાર તેને ગાળો બોલીને ત્રાસ આપતા હતાં.

આ પણ વાંચો પતિના પરસ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થઇ તો યુવતીને મળી આવી ધમકી, વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં

નોકરી કરાવી પગાર પડાવી લેતા : નિકિતાને મોબાઈલ ફોન પણ વાપરવા ના દેતા. અંતે 1 જૂન 2022 ના રોજ નિકિતાએ નરોડામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી ચાલુ કરી હતી. જે બાદ તેના પગારના પૈસામાંથી સૂરજ જબરદસ્તી મોબાઈલ ફોન તેમજ બજાજ કંપનીનું મોટરસાયકલ ખરીદી લાવ્યો હતો. બાદમાં પણ તમામ સાસરિયાઓએ ભેગા મળીને તેને ત્રાસ આપવાનું ચાલુ રાખતા અંતે નિકિતાએ કંટાળીને ભાઈને જાણ કરતા આ બાબતને લઈને નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત આઠ લોકો સામે ઘરેલુ હિંસા અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.