ETV Bharat / state

Ahmedabad Crime : પ્રેમલગ્નના વર્ષો બાદ પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવવી પડી, વર્ષોની સહનશીલતા જવાબ દઇ ગઇ - પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ

પ્રેમલગ્ન કર્યાના બાર વર્ષ બાદ એક યુવતીને પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવવી પડી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ અને સાસરીયા દ્વારા હેરાનગતિ તો હતી જ, એમાં પતિના અન્ય યુવતી સાથેના સંબંધો બહાર આવ્યાં બાદ વાત વધુ વણસી ગઇ હતી.

Ahmedabad Crime : પ્રેમલગ્નના વર્ષો બાદ પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવવી પડી, વર્ષોની સહનશીલતા જવાબ દઇ ગઇ

author img

By

Published : Apr 27, 2023, 7:08 PM IST

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી વ્યક્તિને લગ્ન બાદ તેના પતિ દ્વારા આપવામાં આવતો ત્રાસ અને તેના પતિના ઓફિસની યુવતી સાથેના આડા સંબંધોના કારણે ત્રાસ આપવામાં આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ સુધી લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ જ તેને ખબર પડી હતી કે તેના પતિને ઓફિસમાં કામ કરતી એક યુવતી સાથે આડા સંબંધ છે.

2011માં પ્રેમલગ્ન કર્યાં હતાં : સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદના ઇસનપુરમાં રહેતી અને મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી 34 વર્ષીય જાગૃતિ (નામ બદલેલ છે) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011 માં યુવતીના વિસ્તારમાં રહેતા સાગર (નામ બદલેલ છે) સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના સંપર્કમાં આવતા પ્રેમ સંબંધ બંધાયો હતો, જેના કારણે બંને જણા એકબીજાની સ્વખુશીથી બે વર્ષ સુધી લીવઈન રિલેશનશિપમાં રહ્યા હતા.

આ પણ વાંચો Ahmedabad Crime : પ્રેમલગ્ન કરનાર યુવતીનો પતિ નીકળ્યો હેવાન, દારૂ પીને પત્નીને મોઢામાં ડૂચો ભરાવીને કરતો આવું કામ

લગ્નજીવન દરમિયાન ત્રાસ : જે બાદ 30મી મેં 2014 ના રોજ લવ મેરેજ કર્યા હતા, જેની નોંધણી કાલુપુર ખાતે કરાવી હતી. લગ્ન બાદ જાગૃતિ તેના સાસરીમાં પતિ, સાસુ સસરા તેમજ દિયર સાથે રહેતી હતી. લગ્નના એક વર્ષ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી, જે બાદ વર્ષ 2015 થી સાસુ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડો કરીને જાગૃતિ કોઈ કામ કરે તો તેમાં પણ વાંધા કાઢવામાં આવતા હતા અને હેરાન કરવામાં આવતી હતી. આ બાબતે તે પતિને જાણ કરતી તો પતિ દ્વારા પણ તેની માતાનું ઉપરાણું લઈને તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો.

દહેજ લાવવા નાણાં લઇ લેવાની હેરાનગતિ : જાગૃતિ પિયરમાંથી કરિયાવર કે દહેજ પેટે કશું લાવી નથી, તેવું કહીને દહેજ પેટે એક તોલા સોનું લઈ આવવા અથવા તો રોકડ રકમ લઈ આવવા માટે સાસુ જણાવતા જાગૃતિએ ના પાડતા પતિ અને સાસુએ તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જાગૃતિના પતિ સાગરે તેની જાણ બહાર તેની સોનાની વીંટી વેચી દીધી હતી અને બેંક એકાઉન્ટમાંથી થોડા થોડા કરીને 25 હજાર રૂપિયા ઉપાડી લીધા હતાં.

આ પણ વાંચો Ahmedabad Crime : 3 બાળકોની માતાને ધમકીઓ આપી જેઠનો મિત્ર હોટલોમાં લઈ ગયો, પરિણીતાએ ના પાડતા કર્યું આવું કામ

સગર્ભા હોવા છતાં સારસંભાળ નહીં : વર્ષ 2016માં જાગૃતિને લગ્ન જીવનથી સારા દિવસો રહેવા છતાં પતિ સાગર તેની પ્રેગ્નેન્સી દરમિયાન તેની સારસંભાળ રાખતો ન હતો અને સારવાર પણ ન કરાવતો હતો. વધુમાં જાગૃતિને ઘરની બહાર જવા પણ ન જવા પર તેમજ આડોશ પાડોશમાં કોઈની સાથે વાતચીત કરવાં પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પતિના અન્ય યુવતી સાથે આડાસંબંધ : જાગૃતિને જાણ થઈ હતી કે તેના પતિ સાગરને તેની ઓફિસની ફ્રેન્ડ સાથે આડા સંબંધો છે, જે બાબતે તેણે સાગરને કહેતા તેણે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાફા માર્યા હતા. સાગરે "મારે તેની સાથે અફેર રહેશે, તારે રહેવું હોય તો રે, નહીં તો છૂટાછેડા આપી દે " તે પ્રકારનું જણાવીને ધમકીઓ આપી હતી. જે બાબતે જાગૃતિએ સાસુને કહેતા તેણે પણ પોતાના દીકરાનું ઉપરાણું લઈને ઝઘડો કર્યો હતો.

છેવટે પતિ અને સાસુ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ : જે બાદ જાગૃતિનો પતિ સાગર તેની સાથે સરખી રીતે વાતચીત ન કરતો હોય અને છેલ્લા બે વર્ષથી જાગૃતિ મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરતી હોય પતિ તેના પર ખોટા શક વહેમ કરીને ઘરની બહાર નીકળવા ન દેતો અને કામ કરવા બહાર જવાનું કહેતા સાગર દ્વારા તેને અપશબ્દો બોલીને ઝઘડો તકરાર કરી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જે બાદ સાગરે જાગૃતિને ઘરમાંથી કાઢી મુકતા આ સમગ્ર મામલે તેણે પતિ અને સાસુ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.