અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્રવધુ પર સસરાએ જ દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપી સસરાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.
વસ્ત્રાલમાં બની ઘટના : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં આવાસ યોજનામાં પતિ અને સસરા સાથે રહેતી 24 વર્ષીય પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના ચાર મહિનાથી તે પતિ અને સસરા સાથે ઘરમાં રહેતી હોય તેનો પતિ ખાનગી નોકરી જ્યારે સસરા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
આ પણ વાંચો Ahemdabad rape case: પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ, સસરાની કરાઇ ધરપકડ
સસરાએ દુષ્કર્મ ગુજાર્યું : 28મી એપ્રિલના રોજ બપોરના સમયે પરિણીતા ઘરે હાજર હતી અને તેનો પતિ નોકરી પર ગયો હતો. ત્યારે બપોરના સમયે સુનીતા બાથરૂમમાંથી કપડાં ધોઈને બહાર નીકળી હતી તે સમયે અચાનક જ સસરાએ તેને પાછળથી બાથ ભીડી હતી. જે બાદ સસરાએ જમીન ઉપર સુવડાવી દેતા પરિણીતાએ બુમાબુમ કરવા જતાં સસરાએ એક હાથથી તેને દબાવી રાખી બીજા હાથથી તેના મોઢે રૂમાલ બાંધી દીધો હતો. જે બાદ નરાધમ સસરાએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.
પરિણીતા પિયર જતી રહી : દુષ્કર્મ બાદ પરિણીતા સસરાએ તેના હાથપગમાંથી દોરી ખોલીને આ બાબતે પતિને કે અન્ય કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જે ઘટનાથી હેબબાઈ ગયેલી પરિણીતા પોતાના પિયરના ગામ ખાતે જતી રહી હતી. જે બાદ સતત ગુમસુમ રહેતા તેના પિતાએ આ બાબતે પૂછતા તેણે સમગ્ર હકીકત પિતાને જણાવી હતી. પરિણીતા તેના પતિને જાણ કર્યા વગર જ પોતાના પિયરમાં આવી ગઈ હોય તેનો પતિ પણ તેને શોધતા શોધતા તેના ઘરે આવ્યો હતો. જે બાદ પરિણીતાએ પતિને પણ સસરા દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો બનાસકાંઠાઃ વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ
આરોપીની ધરપકડ માટે કાર્યવાહી : અંતે આ સમગ્ર ઘટનાને લઈને પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ ઘટનાને પગલે ગુનો દાખલ કરી આરોપી સસરાની ધરપકડ કરવા માટેની ગતિવિધિ શરૂ કરી છે. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનના PI સી.આર રાણાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અંગે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.