ETV Bharat / state

Ahmedabad Crime: ડિજિટલ લૂંટ મચાવતી ટોળકી પકડાઈ, આવી રીતે ખંખેરતી રૂપિયા

આપરાધિક પ્રવૃત્તિઓમાં નવી મોડસ ઓપરેન્ડીમાં આ કિસ્સો શુમાર થાય તેવો છે. અમદાવાદના ગોતામાં ડિજિટલ લૂંટ મચાવવાનો અજબ કિસ્સો બહાર આવ્યો છે. વિદ્યાર્થીને ચપ્પુની બીક બતાવી તેના ફોનમાંથી રુપિયા ટ્રાન્ઝેક્શન કરાવી લૂંટ એક નહીં બે વાર મચાવાઇ હતી. વિદ્યાર્થીની ફરિયાદ બાદ એક ડિજિટલ લૂંટારુની ધરપકડ પણ થઇ છે.

Ahmedabad Crime News : એક યુવક પાસેથી બે વાર ડિજિટલ લૂંટ મચાવતી ટોળકી, આરોપી પકડવા સરળ બન્યાં

author img

By

Published : Mar 20, 2023, 5:08 PM IST

ડિજિટલ લૂંટ મચાવાઇ હોય તે પ્રકારની પ્રથમ ઘટના

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રહેતા મૂળ રાજસ્થાની યુવક સાથે બે વાર ડિજિટલ લૂંટનો બનાવ બન્યો હતો. ગોતામાં રહેતા યુવકને ગળે ચપ્પુ લગાવી ધમકાવીને તેના ફોનમાંથી રુપિયા ટ્રાન્સફર કરવાની ઘટના ફેબ્રુઆરીમાં પણ બની હતી. ત્યારે લૂંટારાઓની હિંમત ખુલી ગઇ હોય તેમ બે દિવસ પહેલાં એ જ ડિજિટલ લૂંટ મોડસ ઓપરેન્ડી અપનાવીને ફરી તે જ યુવકને તે જ લૂંટારુઓએ લૂંટનો શિકાર બનાવ્યો હતો.

ફોનમાંથી લૂંટ : અમદાવાદ શહેરમાં અત્યાર સુધી લૂંટની અનેક ઘટનાઓ બની છે પણ ડિજિટલ લૂંટ મચાવાઇ હોય તે પ્રકારની પ્રથમ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીને આરોપીઓએ ગળા ઉપર ચપ્પુ મૂકી ફરિયાદીના ફોનમાંથી ઓનલાઈન 7 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવી માર મારી લૂંટ ચલાવી હતી. જે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Jamnagar Crime : યાર્ડ બહાર ખેડૂતના હાથમાંથી 20 લાખનો થેલો લઈ લૂંટારું ફરાર, જૂઓ CCTV

પહેલીવાર 3000 ગયા: અમદાવાદના ગોતામાં રહેતા 21 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું છે કે 7 ફેબ્રુઆરી 2023ના રોજ રાતના સમયે તે વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા ખાતે ગયો હતો જ્યાં મંદિરની આગળ ઉભો હતો. તે દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેની પાસે આવી લિફ્ટ માંગી હતી, જે યુવક થોડા આગળ જઈને ઉતરી ગયો હતો. જે બાદ તે થોડા આગળ પહોંચતા જ અચાનક જ ત્રણ શખ્સો તેની પાસે આવી ગયા હતા અને ફરિયાદીને માર મારી ખિસ્સામાંથી ફોન કાઢી તેના ગળા ઉપર ચપ્પુ રાખી પૈસા ટ્રાન્સફર કરવા માટેની ધમકી આપી હતી. તે સમયે ફરિયાદીના ફોનમાંથી પૈસા ટ્રાન્સફર ન થતા હોય તેથી તેણે પોતાના મિત્રને પૈસા ટ્રાન્સફર માટે કહેતા તેના મિત્રએ 3 હજાર રૂપિયા આરોપીને ટ્રાન્સફર કર્યા હતા. જેની ફરિયાદ યુવકે નોંધાવી ન હતી.

ડિજિટલ લૂંટનો કેસ: 17 માર્ચના રોજ સાંજના સમયે ફરિયાદી યુવક સિલ્વર ઓક યુનિવર્સિટી બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ચાલવા ગયો હતો, ત્યાં અગાઉ જે ટોળકીએ તેને લૂંટયો હતો તે જ ટોળકીના માણસોએ આવીને પેટીએમમાંથી પૈસા ટ્રાન્સફર કર નહિતર તને જાનથી મારી નાખીશું તે પ્રકારની ધમકી આપી હતી. ફરિયાદી યુવકે પૈસા ટ્રાન્સફર કરવાની ના પાડતા આરોપીઓએ તેને ગાળો બોલીને માર મારતા અંતે યુવકે ફોનના પેટીએમમાંથી 4 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેથી અંતે યુવકે આ મામલે પોલીસને ફરિયાદ કરવાનું નક્કી કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને અંતે પોલીસે ગુનો દાખલ કરી ટોળકીમાં સામેલ એક યુવકની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime News : આંબલીમાં બિલ્ડર ઓફિસ લૂંટના આરોપીઓ ઝડપાયા, આવ્યાં'તાં કરોડો લૂંટવાનો પ્લાન લઇને પણ...

પકડાયેલા આરોપીની પૂછપરછ : આ સમગ્ર મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ જે વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે વિશાલ ઠાકોર નામના યુવકની ધરપકડ કરી છે. તેની સાથે આ ગુનામાં શામેલ અન્ય આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ આરોપીએ તેના સાગરીતો સાથે મળીને આ પ્રકારે અન્ય કોઈ વ્યક્તિ સાથે લૂંટ કરી છે કે કેમ તેમ જ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ સોલા હાઇકોર્ટ પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

સજાતીય સંબંધો રડારમાં: પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ડિજિટલ લૂંટ મચાવતી ટોળકી સજાતીય સંબંધો ધરાવનાર યુવકોને જ વધારે ટાર્ગેટ કરતા હતાં. જેથી શરમના કારણે અથવા તો સમાજમાં સજાતીય સંબંધોની જાણ થઈ જાય તેવા ડરથી આરોપીઓને પૈસા આપ્યા બાદ ફરિયાદ કરવાનું ભોગ બનનાર ટાળે છે. એ જ બાબતનો ફાયદો લૂંટારુ ઉઠાવતા હતા.

પોલીસ માટે સરળતા: ડિજિટલ લૂંટ મચાવતાં આરોપીઓને એ બાબતની જાણ ન હતી કે ડિજિટલ પેમેન્ટ કરાવવાથી પોલીસ માટે તેઓને પકડવું ખૂબ જ સરળ બની જશે. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI બી.એલ વડુકરે જણાવ્યું હતું કે આ મામલે ચાર લોકો સામે ગુનો દાખલ કરી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.