ETV Bharat / state

Ahmedabad Crime News : ઈ-ચલણના નામે હજારો લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર ઝડપાયો - Ahmedabad Crime Branch

અમદાવાદ ટ્રાફિક પોલીસના નામે હજારો વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર ઈ-ચલણ ફાઈનના પૈસા પડાવી છેતરપિંડીનો કિસ્સો બન્યો હતો. આ કાંડ કરનાર ગેંગના એક આરોપીની ઝારખંડના રાંચી ખાતેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Ahmedabad Crime News
Ahmedabad Crime News
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 11:33 AM IST

ઈ-ચલણના નામે હજારો લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર ઝડપાયો

અમદાવાદ : સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકોના ફોટા પાડીને નેશનલ ઇન્ફોમેટિક સેન્ટરને મોકલવામાં આવે છે. ત્યારબાદ તે ફોટોને જરૂરી વિગતો પૂરી પાડી વન નેશન, વન ચલણ એપ્લિકેશન દ્વારા ટ્રાફિકનો નિયમો જે તે વાહનના રજીસ્ટર નંબર ઉપર લીંક મારફતે ચલણનો ટેક્સ મેસેજ મોકલવામાં આવે છે. જે લિંક ઓપન કરીને ઈ-ચલણ વેરીફાઈ કરીને તેની રકમ ભરી શકાતી હોય છે.

ઈ-ચલણના નામે ઠગાઈ : તાજેતરમાં જ અમદાવાદ ટ્રાફિક પોલીસના નામે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં ગુજરાત પોલીસનો લોગો પોતાના ફોનમાં લગાવી અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાંથી વાત કરતા હોવાનું કહીને વાહનચાલકોને ટ્રાફિકના મેમો તાત્કાલિક ભરવા માટે લિંક મોકલવામાં આવતી હતી. આરોપી લિંક પર મેમો ભરવા માટે જણાવતા હતા. મેમો નહીં ભરો તો અટકાયત કરવા માટે ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે, તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. બાદમાં નેટબેન્કિંગની માહિતી મેળવી વાહનચાલકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો. આ બાબતની તપાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝારખંડના રાંચીથી સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રા નામના 25 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

ભેજાબાજ આરોપી : આરોપીની તપાસ કરતા તે અગાઉ સ્ટોક માર્કેટિંગનું કામ કરતો હતો. લોકડાઉન બાદ તે કોલકાતા ખાતે ગયો હતો. જ્યાં તેની ઓળખાણ રાજેશ નામના યુવક સાથે થઈ હતી. રાજેશ અમદાવાદ ટ્રાફિક પોલીસના ઈ મેમો ફાઈનનું ગેરકાયદેસર કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પોતાની સાથે કામ કરવાની ટ્રીક બતાવી હતી. તેની સાથે 15 દિવસ કામ કર્યા પછી તે ઝારખંડ ખાતે આવ્યો હતો. રાજેશ પાસેથી શીખેલા કામ કરવા માટે તેના મિત્ર સત્તમકુમારને પોતાની જોડે બોલાવી લીધો હતો. બંનેએ ભેગા મળીને જાન્યુઆરી 2023 થી ઓગસ્ટ 2023 સુધીમાં હજારો વાહનચાલકો પાસેથી 9,00,000 થી પણ વધુની રકમ ઈ ચલણના નામે વસૂલ કરી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ અત્યાર સુધીમાં હજારો લોકો પાસે લાખો રૂપિયા પડાવ્યા હોય તેની ધરપકડ કરી સાયબર ક્રાઈમને સોંપવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવશે. -- ભરત પટેલ (ACP, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ)

આવી રીતે મેળવતો માહિતી : પકડાયેલા આરોપી દ્વારા સૌપ્રથમ ગૂગલમાં અમદાવાદ ટ્રાફિક ફાઈન સર્ચ કરતો હતો. ત્યારબાદ અમદાવાદ સીટી પોલીસનું પેજ ખોલી તેમાં પોર્ટલ ખુલતા અમદાવાદ પાસિંગના ગમે તે વાહનના રેન્ડમ નંબર નાખી તેમાં વિગતો આવતી તે લખી લેતો હતો. ત્યારબાદ ગુગલમાં રોયલ સુંદરમ રિન્યુઅલ નામના વેબ પેજ ખોલી તેમાં વાહનોના નંબર નાખતો. તેમાં વાહનો ચેચીસ નંબર મેળવતો અને પછી પરિવહન એપમાં જે વાહનો નંબર, ચેચીસ નંબરના છેલ્લા પાંચ આંકડા નાખી વાહન ચાલકનો મોબાઈલ નંબર મેળવી લેતો હતો. તે મોબાઈલ નંબર નોટ કરી લેતો હતો. ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ ચલણ પેમેન્ટ સિસ્ટમ નામનું વેબ પેજ ખોલી વાહનના ઈ મેમોના ફાઈનની વિગત મેળવતો હતો.

નકલી ઓળખ : આરોપી વાહન ચાલકના મોબાઈલ નંબર પર કોલ કરતો અને પોતે અમદાવાદ ટ્રાફિક પોલીસના કલેક્શન ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે તેમ ઓળખાણ આપતો હતો. તમારા વાહન પર 100, 500 અને 1000 ના ઈ મેમાના ફાઈન બતાવે છે, તેમ કહી દંડ ભરવા માટે જણાવતો. ઉપરાંત દંડ નહીં ભરો તો તમને નોટિસ આપવામાં આવશે અને તમારે કોર્ટમાં જઈને દંડ ભરવો પડશે. જેથી વાહનચાલક દંડ ભરવા તૈયાર થતાં તેને વાહનના નંબરના મેમાનો સ્ક્રીનશોટ અને QR કોડ અથવા તો લિંક મોકલતો હતો. વાહન ચાલક દંડ ભરીને સ્ક્રીનશોટ તેને મોકલતો ત્યારે 72 કલાકમાં દંડ ક્લિયર થઈ જશે તેવું જણાવતો હતો. જે વાહનચાલક આવા ઓનલાઈન ફ્રોડ થાય છે તેમ જણાવી મેમો ભરવાની ના પાડે, તો તેને ગુગલ ઉપર નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશન બાબતે સર્ચ કરી તમારે ત્યાં મેમો ભરી દેવા માટે જણાવતો હતો.

આરોપી ઝબ્બે : જે વાહનચાલકોને ફોન કરતા તેના સીમકાર્ડ યુપીઆઈડી લિંક મોકલતા તે સીમ કાર્ડ અને અન્ય લિંક પલટન દાસ નામનો ઝારખંડનો યુવક આપતો હતો. તેના પૈસા પણ પલટન દાસ પાસે જતા હતા. તે 20 ટકા કાપી બાકીના પૈસા આરોપીને આપતો હતો. આરોપી પોતાના નંબરોમાં ગુજરાત પોલીસનો લોગો પણ સેટ કરતા હતા. ત્યારે આ મામલે પકડાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે સાઈબર ક્રાઇમને હવાલે કરતા સાયબર ક્રાઇમએ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime News : લગ્ન વાચ્છુક યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, મેટ્રિમોનિયલ સાઈટની મુલાકાત પછી...
  2. Ahmedabad Crime: સોલામાં તોડકાંડ મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ લાંચની કલમ ઉમેરાઈ, આગામી સમયમાં પોલીસને ડીકોય ગોઠવવા કમિશનરનું સૂચન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.