ETV Bharat / state

Ahmedabad Crime : બાપુનગરમાં એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં - આરોપી મોહમંદ સાદીક ઉર્ફે બાબુ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી 19 લાખથી વધુની કિમતનું એમડી ડ્ર્ગ્સ પકડાયું છે. ડ્રગ્સનું વેચાણ કરતાં બે આરોપીઓની એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime : બાપુનગરમાં એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 7:23 PM IST

બે ડ્રગ્સ પેડલરને પકડી લેવાયા

અમદાવાદ : અમદાવાદ શહેર જાણે કેફી પદાર્થોના વેચાણનું હબ બની રહ્યું હોય તેમ છાસવારે માદક પદાર્થોના થઈ રહેલા વેચાણ અને સેવનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ આવા નશીલા પદાર્થો વેચતા માફિયાઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી સતત નજર રાખી રહી છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા બે ડ્રગ્સ પેડલરને પકડી લેવામાં આવ્યાં છે.

બાપુનગરમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ : અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક છાની છુંપી રીતે કેફી દ્રવ્યોનો વેપાર થઈ રહ્યો છે, જ્યાં પોલીસે ફરી એકવાર આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા માફિયાઓને ઝડપી લીધા છે. ત્યારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે બાપુનગર વિસ્તારમાંથી મેફેડ્રોનનો 194 ગ્રામ 160 મિલીગ્રામનો જથ્થો જેની કુલ કિંમત .રૂ. 19,41,000 તથા બીજી ચીજવસ્તુઓ એમ કુલ મળી કિ.રૂ.19,56,700ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઘટના સ્થળેથી ઝડપી લીધા છે.

બે આરોપી ઝડપાયાં : આ બનાવની વિગતો પર નજર કરીએ તો મદદનીશ પોલીસ કમિશનર, એસઓજી ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવાની ટીમને મેફેડ્રોનનું બાપુનગર વિસ્તારમાં વેચાણ થઈ રહ્યું હોવાની મળેલી બાતમી મળી હતી. જેના આધારે આજે અમદાવાદ શહેર, બાપુનગર સોનીની ચાલી પાસે, પન્ના એસ્ટેટની બાજુમાં,મનુ સાહેબની ચાલી.નં. 29 આગળ આરોપી મોહમંદ સાદીક ઉર્ફે બાબુ તથા રૂકસાનાબાનુ ઉર્ફે આઇશા વગર પાસ પરમીટનો ગેરકાયદે નશીલો પદાર્થ મેફેડ્રોનનું ખાનગી રીતે વેચાણ કરી રહ્યા હતાં. જ્યાં પોલીસે તપાસ કરતા ત્યાંથી 194 ગ્રામ 160 મિલીગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.

ડ્રગ્સની કિમત 19,41,000 રુપિયા : પોલીસે ઝડપેલા 194 ગ્રામ 160 મિલીગ્રામ જથ્થાની કુલ કિંમત 19,41,000 તથા બીજી ચીજવસ્તુઓ એમ કુલ મળી કિ.રૂ.19,56,700ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યાં છે. સાથે જ બે આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને આજે ઝડપાયેલો મેફેડ્રોનનો જથ્થો અને બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે, પરંતુ શહેરમાં માદક દ્રવ્યોનો વેપાર કેટલાક વિસ્તારોમાં બેખોફ ચાલી રહ્યો છે. આવા માદક પદાર્થોના સેવન થકી યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે. ત્યારે શહેરમાં ફુલીફાલી રહેલી આ બદીને મૂળમાંથી નાથવામાં આવે તે માટે પોલીસ પણ સર્વેલન્સ સઘન બનાવી રહી છે.

  1. Ahmedabad Crime : ડ્રગ્સનો કરોડો રૂપિયાનો કારોબાર ઝડપવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, આરોપીની માયાજાળ ખૂબ ચોંકાવનારી
  2. Surat Drug Peddler Couple : સુરતમાં ડ્રગ્સ પેડલર દંપતી ઝડપાયું, પોલીસે વેશપલટો કરી વેપલાનો પર્દાફાશ કર્યો
  3. Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.