અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચને લૂંટનો કેસ ઉકેલવામાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર મામલે પોલીસે નરેન્દ્રકુમાર ગોરધનભાઈ લોદરીયા નામના 49 વર્ષીય સક્ષની ધરપકડ કરી છે. મૂળ કચ્છના રહેવાસી આરોપીએ વર્ષ 2017-18 માં વટવા જીઆઇડીસી ખાતે રહીને પ્લાસ્ટિક તથા કપડા ઉંચા ભાવે ખરીદી કરી વેપાર કરતો હતો. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક ચોક્કસ યોજના બનાવી હતી. જેના આધારે એ પકડાયો હતો.
આ પણ વાંચો:Surat Crime: લેણદારોના ત્રાસથી કંટાળી બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ,
આખો મામલો આવો: જે દરમિયાન ધંધાકીય કામથી ગોધરાના મુસાભાઈ અબ્દુલ્લા ચરખા સાથે પરિચય થયો હતો. મુસાભાઇ ચરખાને ફોન કરીને તેઓની પાસેના આર.એમ.ડી પાન મસાલાના 225 પાર્સલ સસ્તા ભાવે વેચાણ આપવાનું જણાવતા, તે ગોધરા પાર્સલ વેચાણ રાખવા માટે જણાવતા આરોપી મુસાભાઈ ચરખા પાસેથી 6 લાખની કિંમતના આર.એમ.ડી ભરેલા 225 પાર્સલ 225 વેચાણ લીધા હતા.
આરોપીનું નામ સામિલ: તેમાં તેણે 30 હજાર કમિશન લઈને તે પાર્સલ જે.ડી ઠક્કર નામના વ્યક્તિને વેચાણ આપેલા હતા. આ આરએમડીના પાર્સલ ચોરીના હોય અને જે અંગે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં આરોપીનું નામ ખુલતા તે અમદાવાદ ખાતે આવી ગયો હતો, અને બાદમાં અમદાવાદના વટવાનું મકાન ખાલી કરી વડોદરા ખાતે જતો રહ્યો હતો.
આ પણ વાંચો:Ahmedabad Crime : પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન
કાયદેસરના પગલાં: હાલ તો આ સમગ્ર મામલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આરોપીને રાજપીપળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી અગાઉ પણ અરવલ્લીના બાયડ પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે તે સમયે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે 10,000 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઈનામી આરોપીની ધરપકડ કરી છે.
(પ્રેસનોટના આધારે)