ETV Bharat / state

Ahmedabad Crime: સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો - government food grains from Ahmedabad

સરકારી અનાજ બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો છે. આ મળી આવેલા જથ્થા અંગે ઊંડી તપાસ કરતા ઉમેશ યાદવનું નામ તપાસમાં ખૂલ્યું હતું. જે મૂળ તો અમન ટ્રેડિંગનો માલિક છે.તપાસ કરતા 7800 ચોખાના 300 કટ્ટા મળી આવ્યા હતા. જેને પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Ahmedabad Crime: સરકારી અનાજ બારોબાર વેચવા જતી ગાડી સાથે ઝડપાયો

author img

By

Published : Mar 2, 2023, 1:51 PM IST

સરકારી અનાજ બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો

અમદાવાદ: શહેરમાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરી નાખવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ગરીબો માટેનો સરકારી અનાજ બારોબાર ખાનગી ફેક્ટરીમાં મોકલવાનુ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ઇસનપુર પોલીસે અનાજ સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી તેને અનાજ આપનાર સસ્તા અનાજની દુકાનના ધારકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે શોધખોળ હાથ ધરી: ગરીબોના અધિકારનું સરકારી અનાજ બારોબાર વહેંચાઈ જાય અને ફેક્ટરીમાં પહોચે તે પહેલા ઝડપાઈ ગયુ છે. આ કેસમાં પોલીસે નેશનલ હાઈવે પરથી પસાર થતી એક ટ્રક પકડી હતી. જેમાં તપાસ કરતા 7800 ચોખાના 300 કટ્ટા મળી આવ્યા હતા. જેને પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ મળી આવેલા જથ્થા અંગે ઊંડી તપાસ કરતા ઉમેશ યાદવનું નામ તપાસમાં ખૂલ્યું હતું. જે મૂળ તો અમન ટ્રેડિંગનો માલિક છે. આ ઉપરાંત કેટલો જથ્થો કોની પાસે રહેલો છે એનો ડિજિટલ ડેટા રહેલો હોય છે.

આ પણ વાંચો Ahmedabad Crime: એક કા ડબલની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારો રફૂચક્કર આરોપી ઝડપાયો

ખુલાસાઓ સામે આવશે: ઇસનપુર પોલીસે બાદમીના આધારે સરકારી અનાજ બારોબાર વેચવા જતી ગાડી ઝડપી પાડી છે. જોકે આ મામલે હજુ પણ આરોપીઓ ફરાર હોય તેઓને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. તેઓના પકડાયા બાદ આ સમગ્ર મામલે વધુ ખલાસાઓ સામે આવશે--જે ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજા

પોલીસે શોધખોળ: ઇસનપુર પોલીસે બાતમીના આધારે ટ્રક પકડી તપાસ કરતા તે ટ્રક અમન ટ્રેડિંગના માલિક ઝડપાયેલ આરોપી ઉમેશ યાદવ દ્વારા બનાવટી બિલ બનાવી બાવળા ખાતે આવેલી રાજ એગ્રો કંપનીમાં મોકલવામાં આવતી હોવાની હકીકત સામે આવી છે. જોકે સસ્તા અનાજની દુકાનના સંચાલક અને કંપની માલીક ફરાર હોવાથી તેઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime News : હથિયારો વેચવા કોર્ડવર્ડ હતો 'મહોબ્બત સે દે રહા હું', રાજ્યવ્યાપી નેટવર્કના પર્દાફાશ સહિત 4ની ધરપકડ

આરોપીની પૂછપરછ: મહત્ત્વનુ છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે પણ સરકારી અનાજનો હિસાબ અને તેને સપ્લાય માટે જીપીએસનો પણ ઉપયોગ થતો હોય છે. ઉપરાંત કોની પાસે કેટલો જથ્થો છે તેની પણ ડિજિટલ માહીતી હોય છે. છતાં ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર વેચાઈ જતું હોય છે. ત્યારે આ મામલે ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ છે. કેટલા સમયથી સરકારી અનાજ બારોબાર કરવામાં આવતું હતું. તે તમામ દિશામાં આરોપીની પૂછપરછ કરવા માટેની પ્રક્રિયા પોલીસે શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.