ETV Bharat / state

બિરયાની લેવા મોકલી નરાધમ પિતાએ ઘરનો દરવાજો બંધ કરીને દિકરીને બનાવી હવસનો શિકાર....

author img

By

Published : Apr 16, 2023, 10:10 AM IST

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક 19 વર્ષીય યુવતીએ તેના જ પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપી પિતાની ધરપકડ કરી છે.

બિરયાની લેવા મોકલી નરાધમ પિતાએ ઘરનો દરવાજો બંધ કરીને દિકરીને બનાવી હવસનો શિકાર....
બિરયાની લેવા મોકલી નરાધમ પિતાએ ઘરનો દરવાજો બંધ કરીને દિકરીને બનાવી હવસનો શિકાર....

બિરયાની લેવા મોકલી નરાધમ પિતાએ ઘરનો દરવાજો બંધ કરીને દિકરીને બનાવી હવસનો શિકાર....

અમદાવાદ: અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તે પરિવારમાં 16 વર્ષના ભાઈ અને માતા-પિતા સાથે રહેતી અને ફરિયાદીની માતા-પિતા ખાનગી એકમમાં નોકરી કરે છે. યુવતીને છેલ્લા ઘણા સમયથી લગ્ન વિશે વાતો આવતી હોય પરંતુ તેના પિતા દ્વારા તેના લગ્ન થવા દેતા ન હતા.

આ પણ વાંચોઃ MP: વંદે ભારત ટ્રેનમાં સેલ્ફી લેવી પડી મોંઘી, મહિલાને ચૂકવવા પડ્યા 5470 રૂપિયા

મોકો જોઈ ઘા કર્યોઃ 12 એપ્રિલ 2023 ના રોજ યુવતી પરિવાર સાથે ઘરે હાજર હતી, તે દરમિયાન સવારે તેના પિતા અને માતા ઘરેથી નોકરીએ જતા યુવતી તેના નાના ભાઈ સાથે ઘરે હાજર હતી. બપોરના 2 વાગે યુવતીના પિતા નોકરી પરથી આવ્યા હતા અને સાંજે 6 વાગે યુવતીના પિતાએ નાના ભાઈને બિરયાની લેવા માટે બહાર મોકલ્યો હતો. યુવતીનો નાનો ભાઈ બિરયાની લેવા માટે બહાર ગયો તે વખતે યુવતીના પિતાએ ઘરનો દરવાજો બંધ કરી યુવતીને કપડાં કાઢવાનું કહેતા યુવતીએ ના પાડી હતી, જેથી તેના પિતાએ તેની સાથે જબરદસ્તી કરી હતી અને બુમાંબૂમ કરીશ તો તને અને તારી માતાને ઘરમાંથી કાઢી મૂકીશ તે પ્રકારની ધમકી આપી હતી.

મોઢુ દબાવી દીધુઃ જે બાદ નરાધમ પિતાએ જબરદસ્તી દીકરીના કપડાં કાઢી અને પોતાના ફોનમાં તેના ન્યૂડ ફોટા પાડ્યા હતા અને જબરદસ્તી તેને ઘરના બાથરૂમમાં લઈ જતા દીકરીએ બૂમાબૂમ કરતા પોતાના હાથથી તેનું મોં બંધ કરી નાખ્યું હતું. જે બાદ બાથરૂમમાં યુવતીના પિતાએ જબરદસ્તી તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને આ વાતની જાણ કોઈને કરીશ તો તને અને તારા માતાને ઘરની બહાર કાઢી મુકીશ તે પ્રકારની ધમકી આપી હતી.

પિતાની ધમકીથી ડરી ગઈઃ જે ઘટનાથી હેતબાઈ ગયેલી યુવતી માતાના નોકરીના સ્થળે જતી રહી હતી અને રાત્રે માતા સાથે ઘરે પરત આવી હતી. પિતાએ ધમકી આપી હોવાથી તેણે આ વાતે માતાને કરી ન હતી પરંતુ પિતાએ તેની સાથે દુષ્કૃત્ય કર્યું હોવાથી તે સતત ટેન્શનમાં રહેતી હોય બીજા દિવસે 13 એપ્રિલના રોજ સાંજના સમયે યુવતીની તબિયત બગડતા તેની માતાએ 108 મારફતે તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે યુવતી તણાવમાં રહેતી હોય ડોક્ટરે તેને મગજના રિપોર્ટ કરાવવા માટે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ "અરાજકતાની ઊંચાઈ": અતીક અહેમદ, અશરદની હત્યાનો વિરોધ

આપવીતિ કહીઃ જે બાદ રાત્રે યુવતી ઘરે આવતા તેણે સમગ્ર ઘટના અંગે અંતે તેની માતાને જાણ કરી હતી. જે બાદ બીજા દિવસે ફરીવાર યુવતીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં યુવતીએ ડોક્ટરને તેની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ કરતા યુવતીની માતાએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કર્યો હતો અને ત્યારબાદ પોલીસની ગાડી આવતા અંતે સમગ્ર મામલે યુવતીએ તેના પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી આરોપી પિતાની ધરપકડ કરી છે.

કાયદેસરના પગલાં લીધાઃ રામોલ પોલીસે યુવતી અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે આઇ ડિવિઝનના એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે રામોલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પિતાની ધરપકડ કરી છે અને હાલ મેડિકલ સહિતના પુરાવાઓ એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.