અમદાવાદ : આ મામલે પોલીસ ચોંપડે નોંધાયેલી ફરિયાદ મુજબ મુળ મુંબઇના અને અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા અશ્વિનભાઈ ઝવેરી ઘરેથી કેનેડા, ઓસ્ટ્રેલિયાનુ સ્ટુડન્ટ વિઝાનું કામકાજ કરે છે. સાથે જ ઈન્ડસ ટાવર લીમીટેડ કંપનીમાં ઓથોરાઈઝ પર્સન તરીકે સેવા પણ આપે છે. જેમા તેઓ ટ્રેડને લગતી મિંટીંગ કરે છે. 4 મહિના પહેલા ટ્રેડ રીલેટેડ મીટીંગમાં તેમની ઓળખાણ નલીન નામની વ્યક્તિ સાથે થઈ હતી. નલીનભાઈએ ઘનશ્યામભાઈ નામની એક પાર્ટી છે, જેના કોન્ટેકમાં ચેતનભાઈ છે, તેના પૈસા યશોનંદન ગીર ગાય ટ્રસ્ટ જે ટ્રસ્ટ પેથાપુર ખાતે છે તેમાં ટ્રાન્સફર કરવાના હોવાથી મિટીંગ કરવાનું જણાવ્યું હતું.
આ મામલે ભોગ બનનારની ફરિયાદનાં આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે...એ.આર ધવન(બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ)
2 કરોડ આંગડીયા પેઢીમાં મોકલ્યાં : બાદમાં અશ્વિનભાઈએ ચેતન તેના મિત્ર હર્મીશ અને જોન્ટી સાથે ગત 13 તારીખે સિધુભવન ખાતે મિટીંગ કરી હતી. તે સમયે પૈસા યશોનંદન ગીર ગાય ટ્રસ્ટમાં મોકલવાની વાત થતા અશ્વિનભાઈએ રુપિયા 2 કરોડ વી.પટેલ આંગડીયા પેઢીમાં મોકલ્યા હતાં. બાદમાં આગડીયા પેઢીએ પૈસા મુંબઈ ખાતે ટ્રાન્સફર કર્યા હતાં.
કારમાં અપહરણ : જોકે રુપિયા મુંબઈથી યશોદાનંદન ગીર ગાય ટ્રસ્ટમાં પૈસા જમા થયાં ન હતાં. જેથી ચેતન, જોન્ટી વૈધ અને હર્મીશ ઉશ્કેરાઈ ગયા હતાં અને અશ્વિનભાઈ સાથે ઝઘડો કરીને કારમાં અપહરણ કરીને આંબાવાડી ખાતે એક પીજી હોસ્ટેલના રૂમમાં લઈ ગયા હતા. જ્યાં લાકડીઓ વડે ફટકાર્યા હતાં. ગોંધી રાખી મારઝુડ કરી એટલું જ નહીં બાદમાં અશ્વિનભાઈને અમદુપુરાની એક ઓફિસમાં લઈ જઈ ગોંધી રાખી મારઝુડ કરી હતી. બાદમાં તેઓને આંબાવાડી લાવીને છોડી દીધા હતાં. આ મામલે અશ્વિનભાઈએ ચેતન અમલાણી, જોન્ટી વૈધ, હર્મીશ, માનવ અને કુંજના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.