અમદાવાદ : અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પાંચકુવા પાસે જાહેર રોડ પર થયેલી યુવકની હત્યા મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ગુનામાં સામેલ સાદિકહુસેન ઉર્ફે દાદા મોમીન તેમજ લિયાક્તઅલી મોમીન નામના બે આરોપીઓને લાંભા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ત્રીજી ફેબ્રુઆરીના રોજ સાબાનઅલી મોમીન નામના યુવકની શિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી હતી. હત્યાનો સમગ્ર મામલો CCTVમાં કેદ થતાં પોલીસને આરોપીઓને પકડવામાં આસાની થઇ હતી.
લગ્ન પ્રસંગમાં જમવા બાબતે બોલાચાલી થઈ હતી : આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે થોડાક દિવસો પહેલા એક લગ્ન પ્રસંગમાં આરોપી અને ફરિયાદી વચ્ચે લગ્ન પ્રસંગમાં જમવા બાબતે બોલાચાલી થઈ હતી. સમાજના પ્રતિષ્ઠિત લોકો વચ્ચે મૃતકે જાહેરમાં બોલાચાલી કરી હોય જેની અદાવત રાખીને સાદિક હુસૈન, રફીક હુસૈન, લિયાકત હુસૈન તથા નાસીર હુસૈન ચારેય શખ્સોએ ભેગા મળીને સાબનઅલી મોમીનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પણ વાંચો Ahmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ
અન્ય બે આરોપીઓને પકડવા બાકી : આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા બંને આરોપીઓને તેઓની સામે કાલુપુરમાં નોંધાયેલા ગુના સંદર્ભે કાલુપુર પોલીસ હાથ ધરી છે. જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા અલગ અલગ રીતે કવાયત હાથ ધરી છે. આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓ અગાઉ હત્યા જેવા ગંભીર ગુનામાં ઝડપાયેલા અને પાંચ વર્ષ જેલવાસ ભોગવી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી હત્યા જેવા ગંભીર ગુનામાં સામેલ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Murder Case Rajkot: રાજકોટમાં યુવાનની હત્યા કરનાર 8 શખ્સોની કરાઈ ધરપકડ
નાસતા ફરતા હતા આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગુનો આચર્યા બાદ અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા હતા અને અંતે બે આરોપીઓ ઝડપાઈ ગયા છે. તેઓની તપાસમાં લગ્ન પ્રસંગમાં થયેલા ઝઘડાની અદાવત ખુલી છે. આ મામલે આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો : આ મામલે વટવામાં રહેતા મોહમ્મદ ફૈઝાન અત્તરવાલાએ ફરિયાદ નોંધાવી હતી. 6 જાન્યુઆરી સોમવારે તે પોતાના ભાઈ કાશીમહુસેન અત્તરવાલા તેમજ માસીના દીકરા સાબાનહુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન સાથે હોસ્પિટલના કામ માટે ઘરેથી નીકળ્યા હતા. ફરિયાદી પોતાની ઓટોરિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતાં. આ સમયે બપોરે 03:00 વાગ્યા આસપાસ સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યા હતા ત્યાં ઓટો રીક્ષાની પાછળ એક બીજી ઓટો રીક્ષામાં ચાલકે તેઓને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઓટો રીક્ષામાં સાદિક હુસેન ઉર્ફે દાદા મોમીન, રફીક હુસેન મોમીન, લિયાકત હુસૈન મોમીન તેમજ નાસીર હુસેન મોમીન બેઠા હતાં. જેમાં લિયાકત હુસેન ઓટો રીક્ષા ચલાવતો હતો અને તેની પાસે સાદિક હુસેન અને નાસીર હુસેનના હાથમાં પણ તલવાર હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જે ઘટનામાં સાબાન હુસેન મોમીનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે કાલુપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બે દિવસ પહેલાં લગ્નપ્રસંગમાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતની અદાવત રાખીને આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસના બે આરોપીને પકડવામાં કાલુપુર પોલીસને સફળતા મળી છે.