ETV Bharat / state

Ahmedabad Crime : રામોલમાં પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા યુવક ઝડપાયો, પોલીસે કરી ધરપકડ - ધરપકડ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવક દ્વારા પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ઝડપાયો હતો. જેની રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

Ahmedabad Crime : રામોલમાં પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા યુવક ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Jul 18, 2023, 6:25 PM IST

અમદાવાદ : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જ એક પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા મામલે યુવકની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તે જ પ્રકારનો કિસ્સો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી યુવકની ધરપકડ કરી છે.

આ મામલે IPC ની કલમ 377 મુજબ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા મામલે યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતે પરિણીત છે અને તેની પત્નિ તેને તરછોડીને જતી રહી છે. તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે...સી.આર. રાણા (રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ)

બાળકોના દૂધ માટે ઘરે બકરી પાળી : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રામોલ ગામમાં રહેતા 59 વર્ષીય મંગુબેન ચુનારાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓના દીકરાને નાના બાળકો હોય તેઓને દૂધ માટે તેઓ ઘરે બકરી પાળી છે. તેઓ આ બકરીઓ તેઓના ધાબા ઉપર રાખે છે. સોમવારના રોજ તેઓ બકરીઓ માટે ચારો લેવા માટે બપોરના દોઢ વાગે આસપાસ ઘરેથી એકટીવા લઈને ઓઢવ ગામમાં ગયા હતા અને ત્યારે અઢી વાગ્યા આસપાસ તેઓ ઘરે આવ્યા હતાં.

બકરીને ચારો ખવડાવવા લેવા ગયાં : બકરાઓને ચારો ખવડાવવાનો હોય જેથી તે ધાબા ઉપર બકરી નીચે ઉતારવા માટે ગયા હતા. તે ધાબા ઉપર જઈને જોતા એક યુવક ધાબા ઉપર હાજર હોય અને તે બકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો નજરે પડ્યો હતો. જેથી તેઓએ યુવકને પકડી પૂછપરછ કરતા તેનું નામ નરેશ ડાભી અને તે અમરાઈવાડી વિસ્તારમાં રહેતો હોવાનું ખુલ્યું હતું.

એનિમલ હેલ્પલાઇનને ફોન કરાયો : જે બાદ આસપાસના લોકો ભેગા થઈ જતા આ મામલે પોલીસને અને એનિમલ હેલ્પલાઇન ઉપર પણ ફોન કરવામાં આવ્યો હતો. આ અંગે રામોલ પોલીસને જાણ થતા સ્થળ પરથી જ નરેશ ડાભી નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime : સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
  2. Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા
  3. Rajkot Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.