ETV Bharat / state

Ahmedabad Crime: ગેરકાયદેસર USA જવા નીકળેલો યુવક અચાનક ગુમ, ઢોર માર મારતો વિડિયો સામે આવ્યો - અપહરણ કેસ

ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલો યુવક અચાનક ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે. અપહરણ કરી પીઠ પર બ્લેડના અગણિત ઘા મારી વિડીયો મોકલાયો હોવાનું સામે આવ્યું છે. યુવકને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવાનો હતો. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

Etvગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલો યુવક અચાનક ગુમ Bharat
Etગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલો યુવક અચાનક ગુમv Bharat
author img

By

Published : Jun 20, 2023, 1:57 PM IST

અમદાવાદ: વિદેશ જવાની લ્હાયમાં એક યુવક અચાનક ગુમ થઈ ગયો છે, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો યુવક ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે ઘરેથી નીકળ્યો હતો, ત્રણથી 11 તારીખ સુધી તે હૈદરાબાદમાં હતો, ત્યારબાદ તેને ઈરાન લઈ જવાની વાત કહીને એજન્ટ ક્યાંક લઈ ગયો છે, હાલ તેનો લોહી લુહાણ હાલતમાં બ્લેડ મારતો વિડીયો સામે આવ્યો છે. હજી સુધી આ યુવકની કોઈ કડી મળી નથી અને એજન્ટ તેને ક્યાં લઈ ગયા છે તે હજી સુધી ખબર ન પડતા પોલીસને હાલ પરિવારની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, આ વિડિયોને કોઈ રીકે પ્રસારિક શકાય એવી સ્થિતિમાં એ નથી.

"યુવકને અમેરિકા જવા માટેની ડીલ નક્કી થઈ હતી પરંતુ તેને ત્રણથી 11 તારીખ સુધી હૈદરાબાદ રાખવામાં આવ્યો અને ત્યાંથી ઈરાન લઈ જવામાં આવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ અમે તપાસ કરી રહ્યા છે હાલ અરજીના આધારે તપાસ શરૂ કરી છે"-- એ.જે ચૌહાણ ( કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ)

રૂપિયા ચૂકવી: અમદાવાદમાં નવા નરોડામાં રહેતા સંકેત પટેલનાં ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1 કરોડ 15 લાખમાં ગેરકાયદેસર અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. યુવકને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવાનો હતો. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

ઊંધો સુવડાવી માર: સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સુવડાવી દેવામાં આવે છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર સંખ્યાબંધ બ્લેડ વડે બીજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ ઉપર લોહીના તસિયા ફૂટી જાય છે અને દર્દમાં બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરતો જોવા મળે છે. આ યુવક ક્યાં છે તેની કોઈ ખબર પડી નથી, પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આ વીડિયોમાં અપહરણ થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

  1. Surat Crime News : સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરને હની ટ્રેપમાં ફસાવી, દસ લાખ રૂપિયા પડાવ્યા
  2. Rajkot Crime: રાજકોટના જસદણમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, 500ના દરની 30 નોટો મળી આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.