અમદાવાદઃ દુનિયામાં કોઈને સાચી સલાહ આપવાથી જીવનું જોખમ ઊભું થઇ શકે તેવી હકીકત ધરાવતી આ ઘટના બની છે. અમદાવાદમાં રામોલથી એક એવો બનાવ સામે આવ્યો છેે જેમાં એક યુવાનને સાચી સલાહ દેવી દાદાને ભારે પડી હતી. વૃદ્ધની સલાહે આરોપી યુવાનના દિમાગમાં એવો આક્રોશ ઊભો કર્યો કે, આધેડની હત્યા કરી નાંખી હતી. જોકે, આ આરોપી પર અગાઉ પણ કેસ થયેલો હતો.
આ પણ વાંચોઃAndhra Pradesh news: કડપા જિલ્લામાં અમાનવીય ઘટના, પુત્રએ પિતાના મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો
ઉશ્કેરાઈ ગયો આરોપીઃ પોલીસ ચોપડે નોંધાયેલ એફઆઈઆર અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર રામોલમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં હત્યા પાછળનું કારણ કોઈ અંગત અદાવત કે ઝઘડો નહીં, પરંતુ એક સામાન્ય સલાહ છે. એક ગુનામાં જામીન ઉપર છૂટીને આવેલા આરોપીને એક વ્યક્તિએ ખોટું કામ ન કરવાની સલાહ આપતાં યુવકે ઉશ્કેરાઈને છરીના ઘા મારીને તેની હત્યા નિપજાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગે રામોલ પોલીસ મથકે યુવક સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
શું બની ઘટનાઃ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જનતાનગરમાં રહેતા મુઝફ્ફરખાન પઠાણ નામના 61 વર્ષીય વૃદ્ધની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જેમાં તારીખ 2જી મે ના રોજ મૃતક અને તેઓના મિત્ર શકીલ અહેમદ જનતાનગર ખાતે આવેલા લકી પાન પાર્લર પર બાંકડા ઉપર બેઠા હતા. જે બાદ નમાજનો સમય થયો હોવાથી તેઓ ત્યાંથી નીકળ્યા હતા. મોઈન ખાન તેઓને મળતા તેઓએ મોઇન ખાન એક દિવસ અગાઉ એક કેસમાં જામીન ઉપર છૂટીને આવ્યો હોવાથી ખોટા કામ ન કરવાની સલાહ આપી હતી. જેના કારણે તેણે ઉશ્કેરાઈ જઈને પોતાની પાસેની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી અને પછી તે ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : મોજશોખ કરવા બારીમાંથી ઘુસીને લાખોની ચોરી કરનાર પૂર્વ ઘરઘાટી સહિત 3 આરોપી ઝડપાયા
સલાહ દેવી ભારે પડીઃ ઈજાગ્રસ્ત આધેડને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા મોડી રાત્રે મોઈનખાને ફોન કરીને મુઝફ્ફર ખાનની તબિયત કેવી છે, તેવું પૂછ્યું હતું. તે સમયે તેને આ પ્રકારે ચપ્પુ મારવા પાછળનું કારણ પૂછતા મોઇનખાને જણાવ્યું હતું કે, એક દિવસ પહેલાં જેલમાં જવા બાબતે મુઝફ્ફર ખાને પૂછપરછ કરી હતી. આવું ખોટું કામ કરવાનું નહીં તેવું કહેતા તેણે ચપ્પુ માર્યું હતું. જે બાદ વૃદ્ધની સારવાર દરમિયાન મોત નીપજતા આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.
માંસ ફેંકવાની ઘટનાનો આરોપીઃ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસ્ત્રાલમાં બે દિવસ પહેલા જાહેર રોડ ઉપર પશુના અંગ ફેકવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. જેમાં સીસીટીવીના આધારે તેમજ સ્થાનિક લોકોએ ગાડીનો પીછો કરીને આરોપી મોઇનખાન પઠાણની ધરપકડ કરી હતી. મોઈન ખાન પઠાણ એક જગ્યાએથી નોનવેજની ડિલિવરી કરીને પરત ફરતો હતો અને તે સમયે તેના ટેમ્પોમાં પાછળનો દરવાજો ખુલ્લો રહી જતા ટેમ્પામાં રહેલ પશુના માથાનો ભાગ જાહેર રોડ ઉપર પડી ગયો હતો.
આ પણ વાંચોઃ Bharuch Crime:સામાન્ય વાતમાં આધેડની હત્યા કરવામાં આવી, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
ધરપકડ અને જામીન બાદ બહાર આવ્યો હતોઃ આ કેસમાં પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આરોપી મોઇનખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. આરોપી જામીન ઉપરથી છૂટીને વિસ્તારમાં ફરી રહ્યો હતો તે દરમિયાન વૃદ્ધે ખોટું કામ ન કરવાની સલાહ આપતા તેણે આવેશમાં આવીને વૃદ્ધ પર ચપ્પુથી હૂમલો કરી મોતને ઘાટ ઉતારતાં સમગ્ર મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મોઈનખાનની શોધખોળ શરૂ કરી છે.
શું કહે છે અધિકારીઃ આ અંગે આઈ ડિવિઝનના ઈન્ચાર્જ ACP આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, આરોપી એક કેસમાં બહાર આવ્યો હોવાથી અને મૃતક તેને થોડા સમયથી ઓળખતા હોવાથી આવું ખોટું કામ ન કરવાની સલાહ આપી હતી. જેના કારણે આરોપીએ ઉશ્કેરાઈને તેના પર હથિયારથી હૂમલો કરી હત્યા નીપજાવી હતી. હાલ આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.