અમદાવાદ : કોરોના વાઇરસને લઇ જ્યારે અમદાવાદ શહેર લોકડાઉન છે, ત્યારે શહેરમાં બહારથી મજૂરી કરવા આવેલો વર્ગ મોટી મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યો છે. તેમના માટે રોજગારી નથી, કે ન તો રહેવા માટે ઘર છે, ત્યારે તેવામાં આશાનું કિરણ બનીને આવે છે રેનબસેરા.
અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા રેનબસેરા ઘરવિહોણાઓ માટે આશરો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 30 જેટલા રેનબસેરામાં બહારના મજુર વર્ગ અને ઘરવિહોણા નાગરિકો માટે રહેવા-જમવાની, સુવિધાઓ કરવામાં આવી છે.
આ રેનબસેરામાં કોરોના વાઇરસને લઈને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા રહેતા લોકોને નહાવાની સુવિધા સાથે માસ્ક અને સેનિટાઈઝર પણ આપવામાં આવે છે.