ETV Bharat / state

AMCમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણયો - અમદાવાદ નો નકશો

અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીના કેટલાક(Ahmedabad Municipal Corporation)મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. AMCના અધિકારીની બદલી તેમજ આગામી સમયમાં રથયાત્રા( Jagannath Temple Rath Yatra)લઈને કેવા પ્રકારની તૈયારી કરવામાં આવશે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

AMCમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણયો

author img

By

Published : May 20, 2022, 2:54 PM IST

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં (Ahmedabad Municipal Corporation)દરેક ઝોનના અધિકારીને બદલી કરવા માટે કમિશનરને અરજી કરવામાં આવી છે. સાથે સાથે શહેરમાં મલ્ટી પાર્કિંગ બનાવેલ દુકાનોની આગામી સમયમાં હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સૌથી મોટા નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમદાવાદ કોર્પોરેશનના જે અધિકારીઓ છેલ્લા 1000 દિવસ કે વધુ સમયથી એક ઝોનમાં કામ કરી રહ્યા છે તેને બદલી કરવામાં આવે તે માટે અમદાવાદ કોર્પોરેશન કમિશનરને જાણ કરવામાં આવી હતી.

AMC

આ પણ વાંચોઃ બહારનું ફૂડ ખાતા હોવ તો ચેતી જજો, નહીં તો બનશો રોગચાળાનો શિકાર

રથયાત્રાના રૂટ પર દબાણ દૂર કરવામાં આવશે - આગામી 1 જુલાઈના રોજ અમદાવાદ જગન્નાથ મંદિરેથી રથયાત્રા ( Jagannath Temple Rath Yatra)યોજાવાની છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોવિડના બે વર્ષ ભક્તો રથ યાત્રામાં સામેલ થઈ શક્યા નથી. આ વર્ષે મોટા પાયે ભક્તો જોડાશે. રથયાત્રાના રૂટમાં આવતા લાઈટના થાંભલા, રોડ અને રસ્તામાં આવતા દબાણ સહિતની વિવિધ કામગીરી તાકીદે ચાલુ કરી દેવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રા પહેલા જરૂરી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ શું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપ

મલ્ટીલેવલ પાર્કિંગ દુકાનની હરાજી થશે - અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા અનેક જગ્યા પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં અનેક દુકાનો છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાતી જોવા મળી આવતી હોવાથી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી આ તમામ દુકાનોની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.