અમદાવાદ: અમદાવાદ, વડોદરા અને રાજકોટની ત્રણેય જેલમાં રહેલા કેદીઓએ અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં માસ્ક બનાવ્યા છે. આપદા સમયે સમાજ ઉપયોગી ઉત્પાદન પ્રવૃત્તિ કરવાનો જેલ પ્રશાસનનો અભિગમ અહીં જ અટક્યો નથી. અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓએ હવે PPE કીટ બનાવવાનું શરૂ કર્યું છે.
અત્યારે પ્રાયોગિક ધોરણે આ કીટ જેલના કર્મચારીઓ માટે બનાવાઈ રહી છે. ઉપરાંત આ કીટ રાજ્યની અન્ય 28 જેલમાં પણ જરૂર મુજબ પૂરી પાડવામાં આવશે. જેલ પ્રશાસન માટે પૂરતી કીટ બનાવ્યા બાદ અન્ય સંસ્થાઓની માંગ મુજબ પી.પી.ઇ. કીટ બનાવવામાં આવશે.
વાઇરસનું સંક્રમણ અટકાવવા સોસિયલ ડિસ્ટન્સીંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં બંદીવાનોએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યુ છે.