અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા કાળા કપડા પહેરીને રોડ પર બેસીને રોડ ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આક્ષેપ કર્યા હતા કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોર્પોરેશન દરેક વિભાગ હાલ ભ્રષ્ટાચારમાં ડૂબાયેલું છે. હાટકેશ્વર બ્રિજની હાલત ગંભીર છે. અનેક રિપોર્ટ આવ્યા બાદ પણ જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
વિરોધ છતાં પરિણામ નહીં : વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ અમદાવાદ શહેરની જનતાને ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ આપ્યું નથી. જેનો ઉત્તમ ઉદાહરણ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો વિવાદ હાટકેશ્વર ખાતે છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજ જે જનતાના 40 કરોડથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી માત્ર ચાર જ વર્ષની અંદર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
અધિકારને બચાવવાનો પ્રયત્ન : વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી કોંગ્રેસ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરનો અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આડકતરી રીતે તેમનો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેને પગલે આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવો કર્યો હતો. અને કમિશનરને આવેદન આપ્યું હતું કે જે જવાબદાર અધિકારીઓ છે. તેમની સામે તાત્કાલિક પણે પગલાં લેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગ છે.
આ પણ વાંચો : Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ
દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર : બ્રિજ એક માત્ર નાનું ઉદાહરણ છે, પરંતુ અમદાવાદ શહેરમાં જે પણ બ્રિજ પ્રોજેક્ટ નામે તૈયાર કરવામાં આવ્યા છે. તે તમામ વિજિલન્સ તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે બીઆરટીએસ, એએમટીએસ, રોડ વિભાગ, હાઉસિંગ વિભાગ તમામ વિભાગોમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારમાં સંકળાયેલું છે. તેવા આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
જવાબદાર સામે કાર્યવાહી થશે : અમદાવાદ શહેર કમિશ્નર એમ.થેન્નારાસન જણાવ્યું હતું કે, હાલ જે હાટકેશ્વર બ્રિજ અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે. આગામી અંદાજિત દસેક દિવસની અંદર તેની તપાસ પૂર્ણ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ બ્રિજની તમામ વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ બ્રિજ રીપેરીંગ થશે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે, પરંતુ આગામી 10 દિવસમાં અને તમામ તપાસ પૂર્ણ થશે. ત્યારબાદ આ બ્રિજનું આગળની કાર્યવાહી કઈ રીતના કરવી તે નિર્ણય કરવામાં આવશે. આ બ્રિજની અંદર જે પણ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સંકળાયેલું હશે. તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.