અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ભરતી મુદ્દે અનેકવાર વિધાનસભામાં કે બહાર ચર્ચાઓ થતી જ હોય છે. રોજગારીને લઇને કોંગ્રસે સરકારને પણ અનેકવાર રજૂઆત કરી છે. આ ઉપરાંત અધ્યાપકો અને શિક્ષકોને પણ શિક્ષણ સિવાય અન્ય કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. જેને લઈને અનેક વાર શિક્ષકો કે પ્રધ્યાપકો માનસિક તણાવ અનુભવતા હોય છે. એક પ્રાધ્યાપક આત્મહત્યા કરી હતી. જેને કોંગ્રસે દ્વારા આકરા પ્રહાર કર્યા હતા.
કામનું ભારણ: કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશી એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજો 26 થી વધુ ડિપ્લોમા એન્જિનિયરિંગ સરકારી કોલેજોમાં છેલ્લા ઘણા સમયથી અધ્યાપકોની જગ્યાઓ 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ ત્રણ 40 ની 55 ટકાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સરકાર દ્વારા અધ્યાપકો પાસેથી શિક્ષણ સિવાય પણ 2 થી 3 વધારાના કામનું ભારણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે અધ્યાપકો માનસિક રીતે તાણ અનુભવી રહ્યા છે. એના કારણે શિક્ષણ પર પણ અસર પડી રહી છે.
ભરતી મુદ્દે સરકાર મૌન: વધુમાં જણાવ્યું હતું કે અધ્યાપક મંડળ દ્વારા પણ સરકારને આ મુદ્દે વાત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાત સરકાર સામે જોઈને ટેકનિકલ શિક્ષણ પર અલગ જ પ્રકારનું વર્તન રાખી રહી છે. જેના સંદર્ભમાં ગઈકાલે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજના એક પ્રધ્યાપક દ્વારા આત્મહત્યા કરી તે સમાચાર ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય છે. જેમાં તેણે પોતાની સુસાઇડ નોટમાં લખેલું હતું કે કામના ભારણને કારણે હું આ પગલું ભરી રહ્યો છું. રાજ્યમાં ઘણા સમયથી અધ્યાપકોની જગ્યા ખાલી છે. તેના મુદ્દે સરકાર શા માટે કંઈ બોલવા તૈયાર નથી. જે અધ્યાપકો વર્ષોથી કામ કરે છે તેમને બઢતી આપવામાં આવતી નથી.
કામમાં અતિભારાણ: સ્વૈચ્છિક નિવૃત્તિ, વય નિવૃત્તિ, રાજીનામું અને અન્ય નોકરીમાં જવું, બઢતી મળવી અને અવસાન થવું જેવા વિવિધ કારણોસર ગુજરાતની સરકારી ઇજનેરી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં સ્ટાફની મોટાપાય અછત વર્તાઈ રહી છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાસ 1ની 276 જગ્યા ખાલી છે. જેના કારણે પ્રોજેક્ટ, રિસર્ચ અને ઇનોવેશનમાં પૂરતું કામ થતું નથી. જ્યારે સરકારી ઇજનેર કોલેજમાં વર્ગ 3ની 478 માંથી 310 અને વર્ગ-4માં 265 માંથી 197 બેઠકો જેટલી ખાલી છે. 2744 મંજુર જગ્યાઓમાંથી ઇજનેરી કોલેજમાં અધ્યાપકની 500 સહિત 1000 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. આ મોટાભાગની ખાલી જગ્યાને કારણે પણ અન્ય કામોમાં પણ અતિભારાણ જોવા મળી રહ્યું છે.
માનસિક તણાવ: સરકાર દ્વારા પ્રોફેસર પાસેથી માત્ર શિક્ષણનું કામ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી, બિલ બનાવવા વિદ્યાર્થીઓ પાસેથી નોકરી શોધવી સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે. ઇજનેરી ડિગ્રી ડિપ્લોમા કોલેજના પાસેથી શિક્ષણ સિવાય પણ વહીવટી કામનું અતિ ભારણ શિક્ષણ પર માનસિક તણાવ અનુભવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટેકનિકલ શિક્ષણ પ્રત્યે રાજ્ય સરકાર વર્તન કરી રહી છે. સરકારી એન્જિનિયર કોલેજના અધ્યાપકોને છેલ્લા 12 વર્ષથી ઉચ્ચ ધોરણ પગાર મળ્યું નથી. તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.