અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા બદલવાની માંગ સાથે ફરી એકવાર મુદ્દો ઉછળ્યો છે. છેલ્લા સાત મહિનાથી અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી તેમજ તેના સાથે કોર્પોરેટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની જગ્યાએ અન્ય વિપક્ષના નેતાની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ રજૂઆત દિલ્હી સુધી કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે મળેલી સામાન્ય સભામાં તેમણે બોયકોટ કર્યો હતો.
ઘણા સમયથી ખેંચતાણ : અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખૂબ જ ખરાબ જોવા મળી રહે છે. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટરો જ કોંગ્રેસના વિપક્ષ નેતા બદલવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ જોવા મળી રહી હતી. આજે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ સાથી કોમ્પ્યુટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં બોયકોટ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા બદલવાની માંગ છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે. હાલમાં ચાલી રહેલા વિપક્ષ નેતાની મુદત જાન્યુઆરી માસમાં સમાપ્ત થઈ ગઇ છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશને પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા લેખિતમાં જણાવ્યુ હતુ કે દર વર્ષે વિપક્ષના નેતા બદલવામાં આવશે. પરંતુ આજ દિન સુધી બદલવામાં આવ્યાં નથી. વારંવાર રજૂઆત કરવા છતા કોર્પોરેટ સાથે મળીને આજ સામાન્ય સભાને બોયકોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો...નીરવ બક્ષી (અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ)
કોંગ્રેસનો આંતરિક મામલો : જ્યારે એએમસી વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે તેમની સામે થઇ રહેલા આંતરિક બળવાની પરિસ્થિતિ સામે પોતાનો ખુલાસો આપતાં કહ્યું આ મામલો કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે. સામાન્ય સભામાં રાજકીય ન થવી જોઇએ.
દરેક રાજકીય પાર્ટીમાં ખેંચતાણ જોવા મળતી હાલત છે અને તે પાર્ટીનો લીડર બને તેવી ઈચ્છા હોય છે. પંરતુ જે પણ વાત છે તે કાઁગ્રેસ પાર્ટીની વાત છે. જે પણ આજ સામાન્ય સભામાં જે પણ કોર્પોરેટર હાજર છે તે શહેરના પ્રશ્નોને ઉજાગર કરવા આવ્યા છે. આ સામાન્ય સભામાં કોઈ રાજકીય વાત નહી પરંતુ શહેરના લોકોના પ્રશ્નોની રજૂઆત થવી જોઈએ....શહેઝાદખાન પઠાણ (એએમસી વિપક્ષ નેતા)
સમસ્યાઓમાં શહેરની જનતા : અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પ્રજાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. સમસ્યાઓમાં શહેરની જનતા પીડાઈ રહી છે. બીજીબાજુ ભારતીય જનતા પાર્ટી તેમના કાર્યક્રમો વ્યસ્ત જોવા મળી રહી છે. શહેરમાં રોડ, રસ્તા, શાળાની હાલત ખરાબ જોવા મળી રહી છે. ભાજપની ટ્રીપલ એન્જિન સરકાર સદંતર નિષ્ફળ રહી છે.
વિપક્ષના નેતા પણ બદલવાય તેવી આશા : કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વિપક્ષના નેતા બદલવાની માંગ છેક દિલ્હી સુઘી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના નવા પ્રભારી નિમણુક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા બદલવામાં આવશે. હાલમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિમણુક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા બદલવામાં આવશે.જેના કારણે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મૂકુલ વાસુનિકની નિમણુક થતા વિપક્ષના નેતા પણ બદલવાય તેવી આશા કોર્પોરેટરો રાખી રહ્યા છે.