ETV Bharat / state

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે શાહપુર હિંસામાં 4 આરોપીના જામીન મંજુર કર્યા

author img

By

Published : Jul 17, 2020, 10:14 PM IST

મે મહીનામાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં શુક્રવારના રોજ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 4 આરોપીઓના જામીન મંજુર કર્યા છે. આમ આ કેસમાં કુલ હવે 13 આરોપીઓના જામીન મંજુર થયા છે.

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે  શાહપુર હિંસામાં 4 આરોપીના જામીન મંજુર કર્યા
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે શાહપુર હિંસામાં 4 આરોપીના જામીન મંજુર કર્યા

અમદાવાદ: અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે શુક્રવારના રોજ ઉવેશ અજમેરી, સુફેલ અજમેરી, શબ્બીર અજમેરી અને ફૈઝન શબ્બીરના જામીન મંજુર કર્યા હતા. પહેલા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.જી.ઉરાઈઝીએ શાહપુર હિંસામાં આરોપી ઇલમુદિન કાગદી, ઝુબેર મિર્ઝા, મહેબૂબ કાગદી અને રઉફ શેખના જામીન મંજુર કર્યા હતા. આ સિવાય અન્ય 5 આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને પરત ખેંચી લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.

પહેેલા પણ હાઇકોર્ટ દ્વારા આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના જામીન મંજુર કર્યા હતા. પહેલા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તમામ 27 આરોપીઓના જામીન ફગાવ્યા હતા. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં પહેલા આરોપીઓને કોર્ટમાં 4 દિવસ મોડા રજૂ કરવા મુદ્દે પોલીસને ઠપકો આપ્યો હતો. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો કે, પથ્થરમારાને કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો કઈ રીતે દાખલ થઈ શકે. કોર્ટે પૂછ્યું કે, આવી ઘટનામાં પોલીસ રાયોટિંગની કલમ પ્રમાણે ગુનો દાખલ કરતી હોય છે, એવું તો શું ખાસ છે આ કેસમાં કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે.

આરોપીઓને કોર્ટમાં મોડા રજૂ કરવા મુદ્દે પોલીસે જવાબમાં જણાવ્યુ હતું કે, તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યા છે. આ આરોપીઓ પૈકી ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. નોંધનીય છે કે, 8 મેના રોજ સાંજે 6.15 વાગ્યે શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવતા RAF જવાનએ બળનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.