ETV Bharat / state

Ahmedabad Crime : પિતાનો દારૂ બાળક પાણી સમજી ગટગટાવી ગયો, સીગરેટના કશ મારતો વિડીયો વાયરલ - Child drank father liquor in Ahmedabad

અમદાવાદમાં 8થી 10 વર્ષનો બાળક નશાની હાલતમાં સિગારેટના કશ મારતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી બાબત સામે આવી હતી.

Ahmedabad Crime : પિતાનો દારૂ બાળક પાણી સમજી ગટગટાવી ગયો, સીગરેટના કશ મારતો વિડીયો વાયરલ

author img

By

Published : Feb 9, 2023, 6:21 PM IST

નશામાં બાળકનો વિડીયો વાયરલનો મામલો

અમદાવાદ : સોશિયલ મીડિયા પર એક બાળકનો નશાની હાલતમાં જાહેર રોડ પર ફરતો અને સિગારેટના કસ મારતો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયોની ગંભીરતા લઈને શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ કરતા તે બાળક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શખ્સનું હોવાનું સામે આવતા તેની સામે ગુનો દાખલ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો : મોડી રાતના સમયે આશરે 8થી 10 વર્ષની ઉંમરનો એક બાળક રોડ ઉપર લથડ્યા ખાતો અને સિગારેટના કસ મારતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. જે આધારે તપાસ કરવામાં આવતા તે વિડિયોમાં દેખાતો બાળક માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શખ્સનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વીડિયોમાં સામેલ બાળકના પિતાને શોધીને તપાસ કરતા સામે આવ્યું હતું કે, તે રોડ ઉપર જ રહીને પોતાનું ગુજરાત ચલાવે છે, અને તે પોતે દેશી દારૂનો બંધાણી હોય તેની પાસે રહેલ દેશી દારૂ તેના નવ વર્ષના બાળકે ભૂલથી પાણી સમજીને પી લેતા તેને નશો થયો હતો. નશાની હાલતમાં જ તેણે પિતાની મુકેલી સિગારેટ પણ પીધી હતી.

આ પણ વાંચો : Viral Video: સિદ્ધપુર પાસે દારૂ ભરેલી કારને અકસ્માત, દારૂ-બિયર લેવા લોકોની પડાપડી

પિતાની ધરપકડ કરવામાં આવી : આ ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે બાળકના પિતાની સામે પ્રોહિબિશનની એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મદદ લઈને બાળકનું કાઉન્સેલિંગ કરવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ આરોપી પિતાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot Civil Hospital : રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો

પોલીસનું નિવેદન : આ અંગે પોલીસ સ્ટેશનના PI આઇ.એન. ઘાસુરાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોની ગંભીરતા સમજીને તપાસ કરતા તે બાળકનો પિતા માધવપુરા વિસ્તારમાં રહેતો હતા. તે પોતે દારૂના નશાનો બંધાણી હોવાનું ખુલ્લું હતું. દારૂ તેના જ બાળકે પીધો હોવાનું ખુલ્યું હોવાથી તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. તેમજ હાલ બાળકનું કાઉન્સેલિંગ કરવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.