ETV Bharat / state

Ahmedabad Crime: ચાંદખેડામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે પતિ અને જેઠની કરી ધરપકડ - Crime In suspicious death Ahmedabad

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોટેરા ખાતે પરિણિતાના શંકાસ્પદ મોત મામલે પોલીસે અંતે તેના પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે તેના પતિ અને જેઠની ધરપકડ કરી હતી. પોલીસેના જણાવ્યા અનુસાર હાલ રિમાન્ડ મેળવી ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછ કરી મોતના કારણે અંગે તપાસ હાથ ધરાશે.

ahmedabad-chandkheda-crime-in-suspicious-death-of-a-girl

author img

By

Published : Jul 15, 2023, 10:40 AM IST

Updated : Jul 15, 2023, 7:15 PM IST

વી.એસ વણઝારા, PI, ચાંદખેડા પોલીસ સ્ટેશન

અમદાવાદ: રાજસ્થાનના શિરોહી ખાતે રહેતા જયંતીલાલ સુથારે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી છે. તેઓને સંતાનમાં પાંચ બાળકો છે, જેમાં સૌથી મોટી દીકરી પૂજા, તેનાથી નાની દીકરી આરતી અને તેનાથી નાની દીકરી પાયલના લગ્ન રાજસ્થાન ખાતે કરણ સુથાર સાથે થયા હતા. હાલ તે અમદાવાદમાં ચાંદખેડા ખાતે પતિ અને સાસરીયાઓ સાથે રહે છે. તેનાથી નાની દીકરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હોય અને અન્ય દીકરો પણ અભ્યાસ કરે છે.

પતિ-જેઠની ધરપકડ: આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બે આરોપીઓ જેમાં યુવતીના પતિ કરણ સુથાર તેમજ જેઠ અનિલ સુથારની ધરપકડ કરી છે. જોકે બન્ને આરોપીઓ દ્વારા તેઓની સામે કરવામા આવેલા આક્ષેપ પાયાવિહોણા હોવાનું નિવેદન આપવામાં આવતા પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

'આ અંગે સાયન્ટીફિક પુરાવાઓ તેમજ અન્ય બાબતોને લઈને તપાસ શરૂ કરવામા આવી છે. આરોપીઓ પોતે આક્ષેપો નકાર્યા હોવાથી હાલ રિમાન્ડ મેળવી ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછ કરી મોતના કારણે અંગે તપાસ હાથ ધરાશે.' -વી.એસ વણઝારા (ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI)

અવારનવાર દબાણ: ફરિયાદીની દીકરી પાયલના લગ્ન સમયે ફરિયાદીએ પરિસ્થિતિ પ્રમાણે કરિયાવર આપ્યું હતુ. જે બાદ તે અમદાવાદ આવી હતી, તેના 15 દિવસ પછી ફોન કરીને જણાવ્યું હતું કે તેના સાસુ તેમજ જેઠાણી દ્વારા કરિયાવરની સરખામણી કરીને વધુ પર્યાવરણને દહેજ બાબતે હેરાન કરે છે. પછી પાયલ રાજસ્થાન ખાતે પિયરમાં ગઈ હતી, ત્યારે પણ તેણે જણાવ્યું હતું કે સાસુ જેઠ અને પતિ તેને દહેજ બાબતે ગમે તેમ સંભળાવતા હોય અને પાંચ લાખ રૂપિયા પિયરમાંથી મંગાવી લેવાનું કહીને અવારનવાર દબાણ કરતા હતા.

કોઈ ફેરફાર ન થયો: 15 મી ઓગસ્ટ 2021 ના રોજ પાયલે ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે સાસુ અને જેઠ વધુ હેરાન અને મારઝુડ પણ કરતા હોય જેથી ફરિયાદીએ દીકરીને રાજસ્થાન ખાતે બોલાવી હતી. જેથી દીકરીનો પતિ અને જેઠ તેને રાજસ્થાન ખાતે ઉતારી ગયો હોય અને પાંચ લાખ રૂપિયા લઈને જો પરત અમદાવાદ આવજે નહીંતર આવતી નહીં તેવું કહીને ધમકી આપીને જતા રહ્યા હતા. એકાદ મહિના પછી સાસરિયાઓ પાયલને લઈ ગયા હતા. જેના બાદ પણ પાયલ એ ફોન કરીને સાસરીયાઓમાં કોઈ ફેરફાર ન થયો હોય અને હજુ પણ તેઓ પાંચ લાખ રૂપિયાની માંગણી કરીને હેરાન કરતા હોય અને પૈસાના આપે તો પિયરમાં જતી રહે તે પ્રકારની ધમકી આપતા હોય તે અંગેની જાણ કરી હતી.

જેઠાણી તેડવા માટે આવ્યા: માર્ચ 2023 માં પાયલને તેના પતિએ મારઝૂડ કરતા તે રિસાઈને રાજસ્થાન ખાતે ગઈ હતી. દોઢ મહિના સુધી ત્યાં રોકાઈ હતી, તે દરમિયાન પાયલે તેના પિતાને જણાવ્યું હતું કે તેના પતિ સાસુ અને જે તેને ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ આપે છે અને એના ત્રાસથી પોતાને મરવાના વિચારો આવે છે. પરંતુ તે પોતે ગર્ભવતી હોય જેથી આ બધું સહન કરે છે.જે બાદ પરિવાર પાયલને પતિ જેઠ અને જેઠાણી તેડવા માટે આવ્યા હતા અને તે સમયે તેના પિતાએ હવે દીકરીને હેરાન કરવામાં આવશે, તો પોતે ફરિયાદ કરશે તેવી બાબત દીકરીના પતિ અને સાસરીયાઓને જણાવી હતી.

આઘાતમાં સરી પડ્યા: 24 જૂન 2023 ના રોજ ફરિયાદીનો દીકરો ગૌતમ મોટી દીકરી પૂજાના ઘરે વાડજ ખાતે રોકાયો હતો અને 1 જુલાઈ 2023 ના રોજ રાત્રિના વાગે પાયલના ઘરે મોટેરા ખાતે ગયો હતો. ત્યારે તેને જણાવ્યું હતું કે તેના પતિ સાસુ જેઠ પાંચ લાખ રૂપિયા માટે ખૂબ જ હેરાન કરે છે. અને તેના માસા સસરા જયંતીલાલ અને માસી સુમિત્રાબેન પણ ઘરે આવીને આ બાબતે ચડામણી કરે છે. જેના લીધે ઘરમાં ઝઘડા થાય છે.

મૃત હાલતમાં: બીજા દિવસે બીજી જુલાઈ 2020 ના રોજ સવારના સમયે ફરિયાદીની મોટી દીકરી આરતીએ પિતાને ફોન કરીને પાયલની તબિયત ખરાબ છે, એવું કહીને આરતી સુમેરપુર ખાતે રહેતી હોય તેને ફોન કરીને પાયલના ખબર અંતર પૂછવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેઓની દીકરી આરતીનો ફોન આવ્યો હતો અને પાયલને મૃત હાલતમાં અમદાવાદથી લાવેલ છે, તેવું જણાવતા તાત્કાલિક તેઓ સુમેરપુર પાસે ગયા હતા અને જોતા તેઓની દીકરી મૃત હાલતમાં હોય તેને શું થયું હોય તે અંગે સમજી શક્યા ન હતા અને આઘાતમાં સરી પડ્યા હતા.

ગુનો દાખલ: જે દરમિયાન ફરિયાદીના ભાઈ તેમજ અન્ય લોકોએ સાસરી વાળાને પૂછતા પાયલને હાર્ટ એટેક આવ્યો છે અને પછી ફૂટપોરેશન થઈ ગયું છે, તેવા ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને ઉતાવળ રાખી પાયલના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.હજુ સુધી પાયલનું મોત કઈ રીતે થયું છે તે બાબતે પૂછતા સાસરીવાળા હોય કોઈ પણ પ્રકારની સાચી હકીકતનો જણાવતા આ સમગ્ર બાબતને લઈને દીકરીના પતિ કરણ સુથાર સહિત સાસુ અને સાસરીયા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  1. Ahmedabad Crime : દાણીલીમડામાં સગીરાને ફસાવી વારંવાર બનાવી હવસનો શિકાર, આમ ફૂટ્યો ભાંડો...
  2. Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી

Last Updated : Jul 15, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.