અમદાવાદઃ લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ધંધો વેપાર બંધ થઈ ગયો છે. જેને કારણે લોકોની આવક પર બ્રેક લાગી છે. આવકનું કોઈ સાધન ન રહેતા લોકો અસહાય બની ગયા છે. આવામાં લોકો નાસીપાસ થઈ રહ્યાં છે. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના વેપારી યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એમ્બ્રોઈડરીનો બિઝનેસ લોકડાઉનને કારણે ઠપ્પ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં અનેક લોકો નાસીપાસ થઈને આત્મહત્યાનું પગલુ અપનાવી રહ્યાં છે. થોડા દિવસો પહેલા એક ખેડૂતે પણ આત્મા હત્યા કરી હતી. ઉપરાંત ગત રાત્રે વટવા વિસ્તારમાં રહેતા ડિવિઝન ટ્રાફીકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.