અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્ય પૂરી સેક્ટર 6માં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તારીખ 29, 30ના રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે હાલ ગુજરાતના કેટલાક સ્થળોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ કાર્યક્રમને લઇને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઇને અમદાવાદ શહેરમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
હાલ ગુજરાતના મુખ્ય અમદાવાદ, સુરત અને રાજકોટ એમ મુખ્ય ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર બ્રહ્મસમાજ આ કાર્યક્રમમાં બાગેશ્વર મહારાજની સાથે છે. દરેક સમાજના કાર્યકર્તાઓને આ કાર્યક્રમ સફળ બને તે માટે સૂચના આપી દેવામાં આવી છે. જોકે વાત સનાતન ધર્મની છે, ત્યાં સુધી બ્રહ્મસમાજ દરેક તબક્કે કાર્યક્રમને પૂર્ણ સમર્થન આપે છે. જોકે કેટલાક સનાતન ધર્મ વિરોધીઓ પોતાની પબ્લીસીટી માટે સ્ટંટ કરી રહ્યા છે. જેને બ્રહ્મસમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. - ડૉ. યજ્ઞેશ દવ (બ્રહ્મસમાજના ટ્રસ્ટી)
કાર્યક્રમ દરમિયાન 50,000થી પણ વધુ લોકો દિવ્ય દરબારમાં જોડાવાના છે. આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મની સમજ અંગેનો માનવામાં આવે છે. જોકે, અમદાવાદના આંગણે યોજવામાં આવનાર દરબાર કાર્યક્રમનો કેટલાક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે આવનાર પેઢીને ખબર પડે કે આપના પૂર્વજો કઈ સંસ્કૃતિને માનતા હતા અને આપની સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ છે તે આવનારી પેઢીને ખ્યાલ આવે તે માટે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આ કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની સમજ આપવામાં આવશે.
Dhirendra Shastri : લ્યો બોલો, ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપનાર બેંકના CEOને ફોન પર મળી ધમકી
Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા