અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસના કારણેે જે રીતની મહામારી સર્જાઈ છે. જેને લઇને લૉક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેરની અંદર ફરજ બજાવી રહેલ તમામ પોલીસકર્મીઓની વ્હારે જૈન સંઘો અને તપોવન ગ્રુપના કેટલાક યુવાનો અને કાર્યકર્તાઓ બહાર આવ્યાં હતાં. તપોવન ગ્રુપ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીઓને સુદર્શન ઘનવટી નામની આયુર્વેદિક દવા આપી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
ભગવાન મહાવીરના સિદ્ધાંતોને વરેલા સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘ અને જૈન સાધુ-સાધ્વી ભગવંતોની પ્રેરણાથી આયુર્વેદિક સુદર્શન ઘનવટી આપવામાં આવી હતી. ખૂણાેખૂણાના અગ્રીમ હરોળના યોદ્ધા તરીકે પોલીસના જવાનોને યોગ્ય શક્તિ મળી રહે અને કોરોના વાયરસ સામે લડી લેવા માટે શક્તિમાં વધારો થાય સાથે જ શરીરમાં કોઇપણ જાતનો રોગ પ્રવેશે નહીં અને ઈમ્યુનિટી પાવરમાં વધારો થાય તે માટે થઈ રોજ સવારે અને સાંજે એક એક ગોળી લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું
પંદરસોથી વધારે સુદર્શન ઘનવટીની દવાઓ બનાવી અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોને આવરી લેવાનો પ્રયાસ અમદાવાદના અલગ અલગ જૈન સંઘો અને ખાસ કરીને તપોવન ગ્રુપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુદર્શન ઘનવટી લેવાથી શરીરની અંદર રહેલા તમામ રોગોનો નાશ થાય છે સાથે જ રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. દેશમાં સર્જાયેલી પરિસ્થિતિને આધીન સુદર્શન ઘનવટી જવાનું વિતરણ કરવાનું તેમને તેમના ગુરુ ભગવંતોએ અને આચાર્ય ભગવંતોએ જણાવ્યું હતું.
અમદાવાદમાં તપોવન ગ્રુપ અને જૈન સંઘો દ્વારા પોલીસકર્મીઓને આયુર્વેદિક દવાનું વિતરણ - આયુર્વેદિક દવાઓ
અમદાવાદ શહેરની અંદર ફરજ બજાવી રહેલા તમામ પોલીસકર્મીઓને સુદર્શન ઘનવટી નામની આયુર્વેદિક દવા આપી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં હતો.