અમદાવાદઃ આગામી 8 માર્ચે ચૈત્રી સુદ પૂર્ણિમાએે હનુમાન જયંતિ છે. અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા છે કેમ્પ હનુમાન મંદિર, કે જ્યાં દર શનિવારે ખુબ મોટી સંખ્યામાં હનુમાનજીના ભકતો માથું ટેકવવા જાય છે. શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટે સત્તાવાર જાહેર કર્યું છે કે હનુમાન જયંતિના તમામ કાર્યકર્મો રદ કર્યા છે.
કોરોનાને લીધે થયેલા lock downને કારણે અમદાવાદના પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર દ્વારા આગામી હનુમાન જયંતિ મહોત્સવ તથા હનુમાનજી રથયાત્રાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. દાતાઓએ આ નિમિત્તે કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટને આપેલી રકમ કોરોના સહાયના રાહત કાર્યોમાં જોડાયેલી સંસ્થાઓને અનુદાનરૂપે આપવામાં આવશે.
શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પાર્થિવકુમાર અધ્યારૂએ જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર આ વર્ષે મંદિર દ્વારા યોજાતી હનુમાન યાત્રા અને હનુમાન જન્મોત્સવના તારીખ 7 એપ્રિલ અને 8 એપ્રિલના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. શ્રી હનુમાનદાદા આ આફતમાંથી સર્વેનું રક્ષણ કરે તેવી દાદાને પ્રાર્થના.