અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ઊંચે ગયો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેથી આગામી દિવસોમાં ગરમી વધુ વધશે, બુધવારે ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ રહ્યું હતું, ત્યાર પછી બીજા નંબરે સુરેન્દ્રનગર રહ્યું હતું.
![ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ શહેર, 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-25-garmi-ma-vadharo-photo-story-7208977_29042020210520_2904f_1588174520_610.jpg)
બુધવારે અમદાવાદ 43.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ હોટ હતું. સુરેન્દ્રનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરા 43.2 ડિગ્રી, ડીસા 43 ડિગ્રી, ગાંધીનગર 43 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 42.1 ડિગ્રી, ભૂજમાં 41.9 ડિગ્રી, રાજકોટમાં 41.8 ડિગ્રી અને સૂરતમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.