ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડ પરના ટ્રાફિકને ઘટાડવા સાયન્સ સીટી જંકશન પર 73.38 કરોડના ખર્ચે 6 લેન ફ્લાયઓવર બ્રિજ તેમજ ઝુંડાલ સર્કલ પર 60.99 કરોડના ખર્ચે 6 લેન ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ સાથે 400 કરોડના ખર્ચે 4 મલ્ટી લેવલ પાર્કિંગ પ્રહલાદનાગર, સિંધુભવન રોડ, રિવરફ્રન્ટ તથા દાનપીઠ ખાતે બનવાનું આયોજન હાથ ધરેલ છે.
આ ઉપરાંત ચંદલોડીયા વોર્ડમાં અંદાજે 60.85 કરોડના ખર્ચે 136 નંગ કાર પાર્કિંગ તથા 132 નંગ ટુ વિલર પાર્કિંગના મલ્ટી લેવલ પાર્કિંગનું આયોજન હાથ ધરવામાં આવશે.