અમદાવાદ: જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1050 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતાં. જે પૈકી 666 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 384 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
કોવિડ-19 પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની વિગત જોઈએ તો ફેમીલી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી 33 વ્યક્તિઓ, કોમ્યુનિટી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 154 અને હોસ્પિટલ કેર કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 38 મળી કુલ 225 લોકો છે.
અત્યાર સુધી કુલ 341 લોકોના સેમ્પલ લેવાયા છે. જે પૈકી 14 પોઝિટિવ અને 327 લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યાં છે. હાલમાં પોઝિટિવ સારવાર હેઠળ 13 દર્દીઓ છે જ્યારે વ્યક્તિ 1 રીકવર થઈ છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં 7, સાણંદ તાલુકામાં 3, તથા બાવળા, ધંધુકા, વિરમગામ અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ 14 લોકો પોઝીટીવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.