ETV Bharat / state

મોરબી દુર્ઘટનાને પગલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ - Gujarat Assembly Elections

આજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પાંચ સ્થળોએથી આજથી પરિવર્તન (Parivartan sKalpan Yatra) યાત્રાનો પ્રારંભ થવાનો હતો. પણ મોરબીની દુર્ઘટનાને પગલે કોંગ્રેસ દ્વારા આ પરિવર્તન યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે.

મોરબી દુર્ઘટનાને પગલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ

author img

By

Published : Oct 31, 2022, 11:15 AM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ બે ત્રણ દિવસમાં જાહેર થવાની શકયતા છે. તે પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પાંચ સ્થળોએથી આજથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ (Parivartan sKalpan Yatra) થવાનો હતો. પણ મોરબીની દુર્ઘટનાને પગલે કોંગ્રેસ દ્વારા આ પરિવર્તન યાત્રાને મોકૂફ રખાઈ છે.

એક દિવસ મોકૂફ મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 31 ઓકટોબર, 2022 નાં રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર 'પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવેલ છે.

હોસ્પિટલમાં સારવાર કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીના જણાવ્યા અનુસાર મોરબીની મચ્છુ નદી પરની હોનારતને કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાનારી પરિવર્તન યાત્રાને (Parivartan sKalpan Yatra) મોકૂફ રખાઈ છે. અને કોંગ્રેસ પક્ષ મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરે છે. અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ.

દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આજે મોરબી (Tragedy of Morbi) જશે. રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અને સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત, પૂર્વ મુખ્યપ્રઘાન દિગ્વિજય સિંહ, વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદ, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યપ્રધાન અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે. જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. આ સંકટ સમયે સમસ્ત કોંગ્રેસ પરિવાર તેમની પડખે ઉભા રહી દુઃખના સમયમાં સહભાગી બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.