ETV Bharat / state

જો ફરીથી લોકડાઉન લાગે તો ? જાણો ગુજરાતમાં કામ કરી રહેલા પરપ્રાંતીયોની પીડા - કોવિડની સ્થિતિ

રાજ્યમાં ફરી લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે વેપારી આલમમાં અને પરપ્રાંતીય મજૂરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ફરી એક વખત પરપ્રાંતીઓ પોતાના વતનભણી ડગ માંડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

જાણો ગુજરાતમાં કામ કરી રહેલા પરપ્રાંતીયોની પીડા

author img

By

Published : Apr 9, 2021, 4:23 PM IST

  • રાજ્યમાં વણસી રહી છે કોરોનાની સ્થિતિ
  • પરપ્રાંતીયોમાં લોકડાઉનનો ભય
  • સામાન્ય માણસમાં વ્યાપ્યો ફફડાટ

ઘગધગતી ગરમીમાં હજારો કિલોમીટરનું અંતર ચાલીને જતા લોકો, સાઇકલ પર પરિવારને પાછા લઇ જતા વ્યક્તિઓ, અનેક યાતનાઓ અને કપરી સ્થિતિ છતાં પોતાના વતન પહોંચવાનું મજબૂત મનોબળ આ દ્રશ્યો આપણે લોકડાઉન દરમિયાન જોયા છે. આ દ્રશ્યો હતાં કપરા કાળમાં જીવન બચાવવાના સંઘર્ષ કરતાં, પોતાની કર્મભૂમિથી માતૃભૂમિ સુધી જવાની અદમ્ય ઇચ્છા ધરાવનારા સામાન્ય માણસના. આ દ્રશ્યો કાળજું કંપવે તેવા હતા. સમય વિત્યો, લોકડાઉન પુરું થતાં માંડ હજી લોકો આ બધું જ ભુલીને ન્યૂ નોર્મલની સ્થિતિ સાથે જીવતા થયાં હતાં ત્યાં ફરી રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતાં આજ સામાન્ય માણસ ફરી મુંઝાયો છે. આ સામાન્ય માણસની મુંઝવણ સમજવા માટે ETV Bharatએ એક પ્રયત્ન કર્યો છે. જેમાં રાજ્યના જુદા જુદા લોકો સાથે ફરી લોકડાઉન સર્જાય અંગે ચર્ચા કરી હતી.

લોકડાઉન લાગશે તો સ્થિતિ બનશે કફોડી

રાજકોટ જિલ્લાનું જેતપુર કે જે સાડી ઉદ્યોગનું વડુમથક માનવામાં આવે છે. 6 એપ્રિલે મુખ્યપ્રધાને રાજ્યના 20 શહેરમાં રાત્રિ કરફ્યૂનું એલાન કર્યું ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા અને તેમાંથી પરપ્રાંતીય મજૂરોમાં ગયા વર્ષ જેવી જ લોકડાઉનની દહેશત અને શંકા જોવા મળી રહી છે. આ મજૂરોએ જણાવ્યું હતું કે ગયા લોકડાઉનમાં જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો બહુ હેરાન-પરેશાન થયા હતા. તેમજ કારખાનેદારોએ પણ બહુ નુકસાની વેઠી હતી. આ વખતે સરકાર જે રાત્રી કરફ્યૂ લાગાવી રહી છે તે યોગ્ય છે, પરંતુ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો મજૂરો મુશ્કેલીમાં મૂકાશે. આ ઉપરાંત મજૂરોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે એકબાજુ લોકડાઉનની દહેશત છે, તો બીજી બાજુ માસ્ક ન પહેરવા બદલ ઉઘરાવવામાં આવતા 1,000 રૂપિયાનો દંડ તેમને હેરાન કરી રહ્યું છે. એક તરફ તેમને રોજગારી ઓછી મળે છે અને આ મોટોમસ દંડ તેમને પોસાય એમ નથી.

વધુ વાંચો: ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

સરકાર જવા માટે આપે સમય

રાજકોટની જેમ ભાવનગર શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં અનેક યુનિટ આવેલા છે. જેમાં 5,000 થી 10,000 પરપ્રાંતીયો કામ કરે છે. આ ઉપરાંત ભાવનગરના શીપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં 40,000 પરપ્રાંતીયો અને સિહોરમાં આવેલી રોલિંગ મિલોમાં પણ આશરે 5,000 પરપ્રાંતીયો કામ કરી રહ્યાં છે. ચિત્રા GIDCમાં આવેલા આ હીરાના કારખાનામાં કામ કરતા શખ્સોએ જણાવ્યું હતું કે, લોકડાઉન ભલે કરવામાં આવે પણ પરપ્રાંતીયોને તેમના વતન જવા માટે સરકાર પહેલાંથી વ્યવસ્થા કરે. કારણ કે, ગત વર્ષે પોતાના વતનમાં જવા માટે પરપ્રાંતીયોને હાલાકી અને પૈસાનો વેડફાટ થયો હતો અને તેમને પડેલી હાલાકીનો તો કોઇ હિસાબ જ નથી.

બ્રાસ હબમાં પ્રરપ્રાંતીયો મુંજાયા

આવી જ વાત બ્રાસના હબ ગણાતા જામનગરમાં લોકોએ કરી છે. રાત્રિ કરફ્યૂની જાહેરાત બાદ તેમણે જણાવ્યું કે રાત્રિ કરફ્યૂએ રાજ્ય સરકારનો નિર્ણય બરાબર છે, પણ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો શ્રમિકો મુશ્કેલીમાં મુકાશે. તેમને છેલ્લા ત્રણ મહિનાથી જ ધંધો-રોજગાર મળ્યો છે. આ શ્રમિકોએ પણ માસ્કના નામે ઉઘરાવાતા મોટામસ દંડ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો: ગોમટા ગામમાં કોરોનાના 25 કેસ નોંધાતા સ્વયંભૂ લોકડાઉન

સોની બજારમાં ફફડાટ

તો આ તરફ એશિયાની સૌથી મોટી સોની બજાર એટલે કે રાજકોટની બજાર તો બંગાળી કારીગર પર જ આધારિત છે. કોરોના પહેલા રાજકોટના સોની બજારમાં એક લાખ કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરતા હતા પ્રથમ લોકડાઉન બાદ 50 ટકા કારીગરો જ પાછા આવ્યા હતાં તેવામાં ફરી લોકડાઉનની ઘંટડી વાગતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ઉપરાંત વેપારીઓ પણ જો કારીગરોની જવાબદારી લેવા તૈયાર નથી. જો તેઓ ઘરે જવા ઇચ્છે તે ઘરે જવા દેવા તૈયાર છે.

સ્થિતિ વણસતા હાઇકોર્ટે કરી ટકોર

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કથળતા ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે ચીફ જસ્ટિસ વિક્રમનાથે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની સ્થિતિ સામાન્ય રહી હતી પરંતુ માર્ચના બીજા અઠવાડિયાથી પરિસ્થિતિ વધુ બગડી છે. હવે કોરોનાના કારણે મૃત્યુ આંકડાઓ પણ વધી રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે. હાઇકોર્ટે એવું પણ ઉમેર્યું કે, જાહેર સ્થળ પર લોકો ભેગા થતા હોય ત્યાં ચોક્કસ નિર્દેશો સાથે ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે. નૉ પોલિટિકલ ફંકશન, નો મીટિંગની સ્પષ્ટ વાત પણ ઉચ્ચારાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.