અમદાવાદઃ દુર્દશાગ્રસ્ત સ્મશાનગૃહની etv દ્વારા સ્ટોરી કર્યા બાદ તેની ઉપરી અધિકારી પર કેન્ટોનમેન્ટ બોર્ડ તેમજ લાગતા વળગતા તંત્ર દ્વારા તને ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. આ અહેવાલને પગલે તેની તાત્કાલિક ધોરણે દુર્દશાની જગ્યાએ નવા સ્મશાન ગ્રહ બનાવવાની તંત્ર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસીઓને આ નવતર સ્મશાનગૃહ પ્રાપ્ત થવા બદલ તેમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. તેમ જ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઈટીવી ભારતનો આભાર માન્યો હતો અને સામાજિક જવાબદારી નિભાવવા બદલ etv ભારતના કામની પ્રશંસા કરી હતી.
અમદાવાદના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આશરે દસેક હજારની વસ્તી વસે છે અને નવા સ્મશાનગૃહ થવાને પગલે સર્વ જ્ઞાતિજનોને આ નવા સ્મશાનગૃહ નો ઉપયોગ કરવા મળશે ઈટીવી ભારતે તેની ફરજ નિભાવી છે. જેને પગલે શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારના રહીશોને હવે નવા સ્મશાનગૃહમાં નવી સગવડો મળશે.