કોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો કે, ડિસેમ્બર 1993થી બોનસ શેરની ગણતરી કરીને મૃત અરજદારના પત્નીના ડિમેટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. કોર્ટે કંપનીને રોકાણકારોને મળતાં તમામ લાભ અરજદારની પત્નીને આપવાનો આદેશ કર્યો હતો. સરકારના રોકાણકાર ફ્રેન્ડલી મૂલ્યોની અવગણના અને ગેરવહિવટ બદલ કોર્ટે UTIની ઝાટકણી કાઢી હતી.કોર્ટે કહ્યું કે, ઠાક્કરની જેમ UTI અન્ય શેર ખરીદનાર સાથે આવો વ્યવહાર કરી કેસને બીજા ટ્રેક પર લઈ ગઈ હતી. ત્યારબાદ અરજદાર નટ્ટવરભાઈ ઠાક્કરને તેના માટે કોર્ટમાં ઘણી અરજી કરવી પડી અને પરિણામે જે કાર્ય 1993માં થઈ જવું જોઈએ 2019 સુધી લંબાવ્યું છે.UTI પોતાના શેર-હોલ્ડરોને ગોળગોળ ફેરવાનું બંધ કરે તેવી ટકોર પણ કરી હતી.
જે અવલોકન કરતા કહ્યું કે, આ કેસ સપષ્ટ સાબિતી આપે છે કે, વહિવટી તંત્રની બેદરકારીને લીધે રોકાણકારોને ક્યાં પ્રકારની અને કેટલા લાંબા સમય સુધી હાલાકી ભોગવી પડે છે.દેશના અર્થતંત્રમાં રોકાણકારોનો મહત્વનો ફાળો છે. પરતું જો આજ રીતે પરિસ્થિતિ રહેશે તો અવનાર સમયમાં ગંભીર સમસ્યા અને સ્થિતિ અર્થતંત્ર માટે સર્જાઈ શકે છે.કોર્ટ SEBIને આદેશ આપ્યો છે.
અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટે આ કેસના ઓર્ડરની નકલ સેક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને મોકલી છે. જેમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેના માટે ફરિયાદનું સપષ્ટ નિવારણ લાવવાની ટકોર કરી હતી. આ કેસમાં 26 વર્ષની લાંબી લડત દરમ્યાન અરજદાર મૃત્યુ પામ્યા છે. કોર્ટે કહ્યું કે મૂડી રોકાણ કરવામાં ગુજરાતીઓ હમેશા આગળ હોય છે. દેશના અર્થતંત્રની આગળ વધાવામાં મૂડી રોકાણકારોને પણ મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારે રોકાણકાર ખોટી રીતે હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.