અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના કાળના લોકડાઉનમાં જ્યારે જાહેર જનતા પોતાના ઘરે હતી, એવા સમયે અમદાવાદના 17 થી 18 હજાર જેટલા સફાઈ કર્મચારીઓ ખડેપગે તેમની સેવા આપી રહ્યાં હતા અને હજી પણ અનલોકના સમયમાં તેઓ સ્વાર્થ વિના સેવા કરી રહ્યાં છે.

આ સફાઈ કામદારો કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરેથી કચરો ઉપાડવા માંડીને હોસ્પિટલમાં જે પણ મેડિકલ વેસ્ટ છે, તે કચરો ઊપાડીને તેને ડમ્પિંગ સાઇટ પર લઈ જવા જેવી કામગીરી નિભાવે છે. આ કામ કરતા અમદાવાદના 17 થી 18 જેટલા સફાઇ કર્મીઓના મોત પણ થયા છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા બે જેટલા સફાઇ કર્મીઓને 25 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

કોરોનાની મહામારીમાં હોસ્પિટલ બાયોમેડીકલ વેસ્ટનો ફેલાવે તેની તકેદારી રાખવી જરૂરી છે. જે પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીની સારવારના ઉપયોગમાં લેવાતા સાધનો બાયો વેસ્ટના ફેલાય જે માટે પહેલાથી જ શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ખાસ કરીને બાયોવેસ્ટથી અન્ય લોકો સહિત હોસ્પિટલમાં કામ કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો શિકાર ન બને તેનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે. આ સંજોગોમાં સફાઈ કામદારનું કામ તેઓએ અવિરતપણે નિભાવ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર જરૂરી માત્રામાં માસ્કને સેનિટાઇઝર આપવામાં આવ્યા છે.કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી કરી છે.