ETV Bharat / state

અદાણી પોર્ટ અને સેઝ લિ. કંપની પર પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન અંગે ફરીથી તપાસ કરાશે: હાઈકોર્ટ - gujarati news

અમદાવાદ: અદાણી પોર્ટ અને સેઝ લિ. દ્વારા પર્યાવરણ સંબંધી આદેશનો છેલ્લા ચાર વર્ષથી અમલ નહી કરાતા તેમની વિરુદ્ધ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયને સમગ્ર મામલે વિવાદીત સાઇટની નવેસરથી ચકાસણી કરી વિસ્તૃત રિપોર્ટ સોગંદનામા મારફતે રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧૯મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

high court
author img

By

Published : Aug 23, 2019, 3:38 AM IST

આ સમગ્ર મામલે અરજદાર જુસાબ મુંજાલિયા અને એડવોકેટ આનંદ યાજ્ઞિત મારફતે રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે, 18 સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા અદાણી પોર્ટે મુંદ્રા ખાતે પર્યાવરણના નિયમોનું યોગ્ય રીતે અમલ કર્યો છે કે, કેમ તે બાબતે તપાસ કરવામાં આવે. જેમાં પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે કે કેમ,

નુકસાન થયું છે તો તેનું પ્રમાણ કેટલું છે, તેના રક્ષણ માટે શું પગલાં લઇ શકાય વગેરે બાબતોનો રિપોર્ટ કરવાનો હતો, પરંતુ આ પૈકી કોઇ આદેશનો અમલ 4 વર્ષ થઇ ગયા હોવા છતાં કરવામાં આવ્યો નથી. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. તેથી આ સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટની ખંડપીઠે પર્યાવરણ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે.

Intro:અદાણી પોર્ટ અને સેઝ લિ. દ્વારા પર્યાવરણ સંબંધી આદેશોનો છેલ્લા ચાર વર્ષ દ્વારા અમલ નહીં કરવામાં આવતાં સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયને સમગ્ર મામલે વિવાદીત સાઇટની નવેસરથી ચકાસણી કરવા અને એક વિસ્તૃત રિપોર્ટ સોગંદનામા મારફતે રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧૯મી સપ્ટેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.
Body:આ સમગ્ર મામલે અરજદાર જુસાબ મુંજાલિયા અને અન્યોએ એડવોકેટ આનંદ યાજ્ઞિત મારફતે રિટ પિટિશન કરી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘૧૮-૯-૨૦૧૫ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા અદાણી પોર્ટ દ્વારા મુંદ્રા ખાતે પર્યાવરણના નિયમોનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતે તપાસ કરીને રિપોર્ટ કરવા માટેનો આદેશ કર્યો હતો. પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે કે કેમ. નુકસાન થયું છે તો તેનું પ્રમાણ કેટલું છે. તેના રક્ષણ માટે શું પગલાં લઇ શકાય વગેરે બાબતોનો રિપોર્ટ કરવાનો હતો. પરંતુ આ પૈકી કોઇ આદેશનો અમલ આજે ચાર વર્ષ થઇ ગયા હોવા છતાંય કરવામાં આવ્યો નથી. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.’ તેથી હવે આ સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટની ખંડપીઠે પર્યાવરણ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.