- અભિનેત્રી સારા અલી ખાને ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
- વીડિયોમાં ફૂલના બગીચામાં સારા કરી રહી છે ડાન્સ
- કાશ્મીરના કલીમાં શર્મિલાએ પહેર્યા હતા તેવાં જ કપડાં સારાએ પહેર્યા છે
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટોઝ-વીડિયોઝ મુકીને તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. ત્યારે હાલમાં જ સારા અલી ખાને એક નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે ફૂલોના બગીચા વચ્ચે ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં સારા અલી ખાને પોતાની દાદી શર્મિલા ટાગેરે 'કાશ્મીરની કલી' ફિલ્મમાં જેવા કપડાં પહેર્યા હતા. તેવાં જ કપડાં પહેર્યાં છે. આ સાથે જ લોકોને શર્મિલા ટાગોરનું જૂનું ગીત પણ યાદ આવી ગયું હતું. તો સારા અલીના આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં સિલસિલા ફિલ્મનું 'યે કહાં આ ગએ હમ' ગીત વાગી રહ્યું છે. આ ગીત પર સારા અલી ડાન્સ કરી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સારાનો વીડિયો જોઈ લોકોને શર્મિલા ટાગોરની યાદ આવ
અભિનેત્રી સારા અલી ખાને આ વીડિયો શેર કર્યો પછી લોકોને શર્મિલા ટાગોરની યાદ આવી ગઈ હતી. જોકે, આ વીડિયોને અત્યાર સુધી 2.86 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોના કેપ્શનમાં સારા અલીએ કહ્યું હતું કે, તેરી બાહોં કા સહારા જો મિલા હૈ. આ બગીચાનો ખૂણેખૂણો ખિલ્યો છે. સારાના આ વીડિયોને બોલિવુડ સેલિબ્રિટીઝ સહિત તેના ફેન્સ પણ ઘણો પસંદ કરી રહ્યા છે.