અમદાવાદઃ કોરોના વાઈરસ અને લૉકડાઉનના સંદર્ભે વાત કરતા જાગૃતિ ઠાકોરે જણાવ્યું કે, 'લૉકડાઉનના સમયે આપણે આપણા પરિવાર સાથે રહેવું જોઈએ છે. ખુબજ ઝડપી દુનિયામાં લોકો ક્યાંક પરિવારને સમય આપવાનું પણ ભૂલી ગયા હતા. જ્યારે જ્યારે લોકોને કોઈ પણ વસ્તુનું અભિમાન આવ્યું છે ત્યારે ભગવાને તેમની શક્તિનો પરિચય આપ્યો છે. જેને લઈ આ એક એવો સમય ભગવાન આપ્યો છે જેમાં પરિવાર સાથે બેસવાનું પરિવારને સમય આપવાનો અને ઘરે રહી લોકો સાથે સમય વિતાવવો જોઈએ છે. કોરોના વાઇરસ નહિ પરંતુ લૉકડાઉનના સમયમાં ઘરે જ રહેવું જોઈએ એ ખુબજ જરૂરી છે.'
લૉકડાઉનના સમયમાં હજી પણ લોકો બિનજરૂરી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ પણ કડકાઈ થી કામગીરી કરી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોરોના વાઇરસ હજી કેટલા લોકોને પોતાના સંકજામાં લઇ જશે.