અમદાવાદ: અમદાવાદમાં એકલતાનો લાભ લઈ NRI મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને પોલીસે ધરપકડ કરી છે. NRI મહિલાને ધંધામાં રોકાણ કરવાના બહાને આરોપી મિત્ર બન્યો અને પછી દુષ્કર્મ કરીને ધમકી આપી હતી. આ સમગ્ર મામલે બોડકડેવ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે જયેશ શુક્લા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ એક NRI મહિલાને રોકાણના બહાને વિશ્વાસમાં લીધી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ઝડપાયેલો આરોપી થલતેજમાં અન્સ સુપર માર્કેટ મોલનો માલિક હોવાનું સામે આવ્યું છે.
દુષ્કર્મની ફરિયાદ: ઘટનાની વિગતવાર વાત કરીએ તો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક NRI મહિલાએ જયેશ શુકલા વિરૂદ્વ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં 2021 માં બનેલી ઘટના અંગે ફરિયાદ કરવા મહિલાએ અનેક પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા. તેમજ અનેક અરજીઓ કર્યા બાદ લાંબા સમય બાદ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં મહિલાએ જયેશ શુક્લા ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે.
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ તેજ: દુષ્કર્મની ઘટનાને લઈને એન ડિવિઝનના એસીપી એસ એન પટેલે જણાવ્યું હતું કે બોડકદેવ પોલીસ મથકે ફરિયાદી મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની વધુ તપાસ અને પૂછપરછની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો Ujjain Husband Attack On Wife : પુત્રના મોહમાં પતિ બન્યો જુલમી, પત્ની પર કર્યો છરી વડે હુમલો
શું છે સમગ્ર મામલો?: NRI મહિલા 1987માં અમેરિકા ગયા હતા. જે બાદ તેઓ 2011 માં પતિ સાથે ભારતમાં પરત ફર્યા હતા. જે બાદ તેઓ જયેશ શુક્લા સાથે 2019-20 માં ધંધામાં રોકાણ કરવાનાં બહાને પરિચયમાં આવ્યા હતા. મહિલા પતિ સાથે મનદુઃખનાં કારણે એકલવાયું જીવન જીવતી હતી. આરોપીએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ઠગાઈ તો કરી અને ઘરમાં ડોક્યુમેન્ટના બહાને આવીને દુષ્કર્મ આચર્યું હતું. જયેશ શુક્લા અંશ સુપર માર્કેટ અને અન્ય કંપનીમાં રોકાણ કરવાના બહાને NRI મહિલાને વિશ્વાસ કેળવ્યો હતો. તેની નજર બગડતા આરોપી તેના ઘરે પહોંચ્યો અને મહિલા ઘરે એકલા હતા ત્યારે ડોક્યુમેન્ટની માંગણી કરી, મહિલા રૂમમાં ડોક્યુમેન્ટ લેવા ગયા ત્યારે આરોપી રૂમમાં ઘૂસીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલી મહિલાએ અનેક ધક્કા ખાધા બાદ પોલીસે ફરિયાદ નોધી આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં મહિલાની ટુકડા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, ઓળખ અંગે હજુ પણ રહસ્ય અકબંધ