અમદાવાદ: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી છે. કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી તો ક્યાંક વીજળી પડવાથી જાનમાલની નુકસાની પણ થઈ છે. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું જોર પણ વધ્યું છે. હવે રાજ્યમાં આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
- — IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 28, 2023
">— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 28, 2023
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા સપ્તાહ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ આગાહી નથી પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જેને કારણે કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો કે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં છુટાછવાયા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ડાંગ, વલસાડ, દમણમાં વરસાદની સંભાવના છે. જોકે આવનારા સપ્તાહમાં કોઈ એકટીવિટી સક્રિય ન હોવાને કારણે માવઠાની કોઈ શક્યતા નથી.
- — IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 28, 2023
">— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 28, 2023
ખેડૂતો લાચાર: ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી હતી. જેમાં વેરાવળ, તાલાળા અને સુત્રાપાડામાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતોના ઊભા પાક પાણીમાં ડૂબી ગયા છે અને ચણા, તુવેર બાજરી સહિતના શિયાળુ પાક કમોસમી વરસાદમાં ધોવાઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદે વિલન બની નુકશાની વેરી છે. જેને કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણ પણ પલટાઈ ગયું છે. માવઠાને કારણે ઠંડીનું જોર પણ વધ્યું છે.
ઠંડીનો ચમકારો: ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. વહેલી સવારથી જ ધુમ્મસનું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે.
પાકને વ્યાપક નુકસાન: તો બીજી તરફ જોવા જઈએ તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. કૃષિ અને બાગાયતી પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેને કારણે રવીપાક માટે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. વાવેતરનો સમય આવ્યો ત્યારે જ માવઠાને કારણે પાક નિષ્ફળ ગયો હતો. પાકનું ઉત્પાદન પણ ઓછું અને બીજી તરફ માવઠાનો માર સહન કરવો પડ્યો છે.