ETV Bharat / state

મોટી બોરુ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : 2ના મોત, 3 ઇજાગ્રસ્ત

અમદાવાદના વટામણ પીપળી હાઇવેના મોટી બોરુ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્ત હૈદરાબાદ, તેલંગાણા રાજ્યના વતની હોવાથી તેમના પરિવારજનો તાત્કાલિક વિમાન માર્ગે થઇને ઘટના સ્થળે પહોંચવા નીકળી ગયા છે.

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
author img

By

Published : Jan 24, 2021, 8:42 PM IST

  • ટ્રક ચાલકે ગફલત ભર્યું વાહન હંકારી જતા સામેથી આવતી કારને મારી ટક્કર
  • અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ફેદરા અને વટામણ 108 દ્વારા ધોળકાની જીવનદીપ હોસ્પિટલ ખાતે ખસેડાયા
  • વૃદ્ધો તેમજ ઇજાગ્રસ્તો ઈન્ડો મેન્ટસ ડિપાર્ટમેન્ટ, હૈદરાબાદના કર્મચારીઓ

અમદાવાદ : રવિવારની સવારે વટામણ પીપળી હાઇવેના મોટી બોરુ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત ઘટના અંગે ફેદરા વટામણ 108ને જાણ કરવામાં આવતા 108એ ઘટનાસ્થળથી 3 ઇજાગ્રસ્તોને ધોળકા ખાતે આવેલી જીવનદીપ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જેમાંથી બેની હાલત ગંભીર છે. જેે કારણે હોપ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત
108 કર્મીઓએ મહેકાવી મનવતા

અકસ્માતનો ગુનો નોંધી પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

પોલીસે મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક તેમજ ઇજાગ્રસ્તો હૈદરાબાદ, તેલંગાણા રાજ્યના વતની છે. જે કારણે તેમના પરિવારજનો વિમાન મારફતે પ્રવાસ કરી તાત્કાલિક ધોળકા આવી રહ્યા છે. તેમના આવ્યા બાદ જ મૃતક તેમજ ઇજાગ્રસ્તોની સાચીઓળખ થઇ શકશે.

108 કર્મીઓએ મહેકાવી મનવતા

અકસ્માત ઘટના સ્થળેથી ઇજાગ્રસ્તો પાસેથી મળેલા ફેદરા 108ના પાઈલોટ સહદેવ સિંહ તથા ETM ઘનશ્યામ મકવાણાને રોકડા રૂપિયા, સોનાની એક ચેન, બે સોનાની વિંટી તેમજ અન્ય કાર્ડ જીવનદીપ હોસ્પિટલના ડૉક્ટરને સુપ્રત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અકસ્માત સ્થળેથી બે આઇકાર્ડ મળ્યા

આ અકસ્માત ઘટનામાં પોલીસે ભાગી છૂટેલા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત થયેલા કારનો નંબર TS-08 HD-4608 છે. જેમાં સવાર બે વ્યક્તિઓના આઈકાર્ડ દ્વારા ઓળખ થઈ હતી. તેમજ આ અકસ્માત સ્થળેથી બે આઇકાર્ડ મળ્યા છે. જેમની ઓળખ ટી સત્યનારાયણા જે એજ્યુકેટીવ ઓફિસર છે અને કે વેંકટેશ્વરા શર્મા જે આસિસ્ટન્ટ કમિશનર તરીકે થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.