- ધંધુકા-ફેદરા હાઈવે પર રાયકા ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
- કારમાં ફસાયેલા કારચાલકને કારનો દરવાજો તેમજ બોનેટ તોડી બહાર કઢાયો
- કાર ચાલકના પોકેટમાંથી 7500 રૂપિયા રોકડા, અઢી લાખ રૂપિયાનો ચેક, સહિતની વસ્તુ મળી આવી
ધંધુકા: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ધંધુકા-ફેદરા હાઈવે પર રાયકા ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેની જાણ ધંધુકા 108ને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ધંધુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે કાર ચાલક ગંભીર રીતે ઘવાયેલ હાલતમાં ડ્રાઇવિંગ સીટ ઉપર જ ફસાયેલ હાલતમાં હતો, ત્યારે પોલીસ તથા 108ના સ્ટાફ દ્વારા દરવાજો અને બોનેટનો ભાગ તોડી કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યું નીપજી ચૂક્યું હતું.
અકસ્માત ઘટનાસ્થળે 108ની ટીમના પાયલોટ તેમજ ઇએમટીને કારચાલકનું પોકેટ મળી આવ્યું હતું, તેમાંથી 7500 રૂપિયા રોકડા, 2.5 લાખ રૂપિયાનો ચેક, આધાર કાર્ડ, ગાડીની આરસીબુક સહિતની વસ્તુઓ જે મળી આવી હતી, તે તમામ ધંધુકા પોલીસને સુપ્રત કર્યું હતું.
આ અકસ્માત ઘટનામાં કાર ચાલક જગદીશભાઈ કરસનભાઈ રફાળીયાનું મોત થયું છે. તે Tf 302, સ્મૃતિ એપાર્ટમેન્ટ, કામદાર સોસાયટી પાસે, સારાભાઈ રોડ ગોત્રી, વડોદરામાં રહેતા હતા. મૃતદેહનું રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે પીએમ કર્યા બાદ મૃતદેહને તેના સ્નેહીજનોને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત ઘટના અંગે ધંધૂકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે.