ETV Bharat / state

Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મદદે આવશે આમ આદમી પાર્ટી - કાર્યકર્તાની નિમણૂક

9 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી અનુભવે તે લઈને મદદે આવી છે. જેમાં બહારથી આવનારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની, રહેવા ખાવાની સગવડ આમ આદમી પાર્ટી દ્વારા પૂરી પાડવામાં આવશે.

Junior Clerk Exam
Junior Clerk Exam
author img

By

Published : Apr 7, 2023, 3:08 PM IST

આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓને તમામ જરૂરી સુવિધા અને સગવડ પૂરી પાડશે.

અમદાવાદ: 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ગુજરાતના અંદાજિત 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે વિદ્યાર્થીઓને પોતાનો જિલ્લો બદલીને બીજા અન્ય જિલ્લામાં પણ પરીક્ષા આપવા જવું પડશે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓ મુશ્કેલી ન અનુભવે તે માટે મદદે આવી છે.

જરૂરી સગવડ પુરી પાડશે: આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ 40 લાખથી પણ વધુ મત આપી 5 ધારાસભ્યને વિધાનસભામાં મોકલ્યા છે. ત્યારે ગુજરાતી જનતાને સેવા કરવીએ અમારી ફરજ છે. અમારી ફરજનો ભાગ સમજીને 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટીએ બનશે તેટલી મદદ કરવાની તૈયારી દર્શાવી છે. આ પહેલા પણ ગુજરાત સરકાર દ્વારા અનેક પરીક્ષાઓ લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓમાં માત્રને માત્ર હતાશ જ જોવા મળી હતી. ત્યારે ફરીથી એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. જેને લઈને આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓને તમામ જરૂરી સુવિધા અને સગવડ પૂરી પાડશે.

આ પણ વાંચો: Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો

વિદ્યાર્થીની મદદ કરશે: વધુમાં જણાવ્યું હતું કે આ વખતની જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે બની શકે છે કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીને દક્ષિણ ગુજરાતમાં પણ પરીક્ષા આપવા જવું પડી શકે છે. 200- 300 કિલોમીટરના અંતર કાપીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર જેથી વિદ્યાર્થીઓને નવા શહેરમાં પહોંચતા રોકાણ કરવા ચા નાસ્તો કે જમવાની તમામ વ્યવસ્થાઓ આમ આદમી પાર્ટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar News : 18,000 વિદ્યાર્થીઓની ચિંતા, ઉનાળાનો તાપ વધતા શાળાઓમાં પરીક્ષાનો સમય બદલ્યો

કાર્યકર્તાની નિમણૂક: આમ આદમી પાર્ટીએ જિલ્લા મથકો અને મહાનગરોમાં કાર્યકર્તાની નિમણૂક કરી છે. જેમાં અમદાવાદમાં સંદીપ શર્મા, વડોદરામાંથી શ્વેજલ વ્યાસ, જામનગરમાંથી આશિષ કાંટારિયા અને ભાવેશ સંભાળિયા, સુરતમાં મહેન્દ્ર ભાઈ નવડીયા, ભાવનગરમાંથી મહિપાલસિંહની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા અન્ય તાલુકા અને જિલ્લા મથકે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને જરૂરી મદદ તે આવશે જેમાં ચા નાસ્તો, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની તમામ સગવડ પણ પૂરી પાડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.