ETV Bharat / state

ફરી ચાલશે AAPનો જાદુ? ઈશુદાન ગઢવીએ પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં - ઈશુદાન ગઢવી

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર પાંચ જ બેઠક સુધી સીમિત રહેતા પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલીયા હટાવીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈશુદાન ગઢવીએ વિધિવત (state president Isudan Gadhvi) રીતે ચાર્જ સંભાળ્યો હતો. 2024 લોકસભાની 26 બેઠક તેમજ આવનાર સમયમાં યોજાયેલા પેટા ચૂંટણીઓમાં (by election in Gujarat) પણ AAP વધુ મજબૂતાઈથી લડશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. (Aam Aadmi Party state president)

ફરી ચાલશે AAPનો જાદુ? ઈશુદાન ગઢવીએ પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં

author img

By

Published : Jan 16, 2023, 3:58 PM IST

ઈશુદાન ગઢવીએ પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં

અમદાવાદ : આગામી સમયમાં ગુજરાતની અંદર પેટા ચૂંટણીઓ આવી રહી છે. જેમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ફરી એકવાર સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને પ્રમુખ પદે હટાવીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈશુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવ્યા છે, ત્યારે ઈશુદાન ગઢવી આજે વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો.

હવે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલશે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો તેનો વિધિવત રીતે મેં આજે ચાર્જ લીધો છે. ગુજરાતમાં એવી પણ વાત વહેતી થઈ હતી કે ત્રીજો પક્ષ ચાલતો નથી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આમ આજની પાર્ટીને 41 લાખથી પણ વધુ મત આપ્યા છે. આજે ગુજરાતની જનતાનો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય આજે વિધાનસભામાં છે. પહેલી જ વખતની અંદર ગુજરાતના ઇતિહાસમાં આટલી બેઠક આવી નથી.

26 લોકસભા પર લડીશું વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે. જેના સંદર્ભમાં દરેક નગરપાલિકા અને જિલ્લા લેવલે પ્રભારીઓની નિમણુંક કરવામાં આવશે. લોકસભાની 26 બેઠક આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. 6 મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર અને જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટી લડશે. 52,000 બુથ સમિતિની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આગામી સમયમાં ગામ સમિતિ અને શહેર સમિતિ પણ બનાવવામાં આવશે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં 95 જેટલા ઉમેદવારો સારી રીતે લડ્યા હતા. તેમને વિધાનસભા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે.

આ પણ વાંચો હું કોઈ પણ વ્યક્તિને પર્સનલી વિરોધ નથી કરતો, હું સિસ્ટમનો વિરોધી છું: ઈશુદાન ગઢવી

સક્રિય કાર્યકર્તાને પ્રોત્સાહન આપવામાં આવશે વધુમાં ઉમેર્યું હતું કે, આજે પ્રદેશ પ્રમુખનો ચાર્જ લઈ અને હું આગામી સમયમાં મારી સાથે તમામ જે કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત થયા છે. તેમનાં નીચે પણ માળખું એ રીતે તૈયાર કરવામાં આવશે. સંગઠન બનાવવા પર ભાર મૂકવા આવશે. તાલુકાના અને જિલ્લાના હોદ્દેદારો પર ફરીથી એક નવું માળખું રચવામાં આવશે. હાલમાં જે માળખું હતું તે ચૂંટણીલક્ષી હતું. આગામી સમયમાં તાલુકા જિલ્લા અને ગ્રામ્ય લેવલે અલગ અલગ સમિતિ બનાવવામાં આવશે. સક્રિય કાર્યકર્તાને પ્રોત્સાહન આપે વધુ કાર્ય કેવી રીતે કરી શકાય તેના માટે આપવામાં આવશે.

આ પણ વાંચો વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે AAPનો અવાજ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

2027માં મજબૂતાઈથી લડીશું આમ આદમી પાર્ટીનો રેકોર્ડ રહ્યો છે કે, દસ વર્ષની અંદર બે રાજ્યમાં કોઈ રાજકીય પાર્ટીએ સરકાર બનાવી નથી. પરંતુ આમ આદમી પાર્ટીએ દસ વર્ષની અંદર પંજાબ અને દિલ્હીમાં સરકાર બનાવી છે. એમ દિલ્હીમાં અને પંજાબમાં પણ પ્રથમ ચૂંટણીની અંદર સ્પષ્ટ બહુમતી મળી ન હતી. પરંતુ બીજી વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી છે. તેવી જ રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળી નથી. પરંતુ અમે 2027માં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવીશું. તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.