ETV Bharat / state

AAP Parivartan Yatra: ગુજરાતમાં AAP પરિવર્તન યાત્રા યોજશે, જાણો કયા કયા શહેરમાંથી નીકળશે - AAP Parivartan Yatra

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને આમ આદમી પાર્ટી તૈયારી (Aam Aadmi Party Parivartan Yatra)કરી રહી છે. આમ આદમી પાર્ટી તિરંગા યાત્રા બાદ હવે આગામી 15 મેના રોજ પરિવર્તન યાત્રા શરૂઆત કરશે. આમ આદમી પાર્ટીએ રાજ્યની 6 જગ્યાએથી એકસાથે પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું છે.

AAP Parivartan Yatra: ગુજરાતમાં AAP પરિવર્તન યાત્રા યોજશે, જાણો કયા કયા શહેરમાંથી નીકળશે

author img

By

Published : May 13, 2022, 3:27 PM IST

Updated : May 13, 2022, 5:44 PM IST

અમદાવાદ: આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) યોજવા જઈ રહી છે, ત્યારે દરેક પાર્ટી દ્વારા તૈયારીના શ્રી ગણેશ કરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી(Gujarat Aam Aadmi Party) તિરંગા યાત્રા બાદ હવે આગામી 15 મેના રોજ પરિવર્તન યાત્રા શરૂઆત કરશે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યના 6 જગ્યાથી એકસાથે પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું છે.

પરિવર્તન યાત્રા

20 દિવસમાં પરિવર્તન યાત્રા પૂર્ણ થશે - આમ આદમી પાર્ટીના (Gujarat AAP)પ્રભારી ગુલાબ સિંહ યાદવએ જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે પરિવર્તન યાત્રાનું (AAP Parivartan Yatra)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની 182 વિધાનસભાને સાંકળી લેવામાં આવશે. જે ગુજરાતની 6 અલગ અલગ જગ્યાથી એક સાથે નીકળી 20 દિવસમાં આ પરિવર્તન યાત્રા પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસનો અનોખો વિરોધ, ભાજપ અને આપના નેતાઓના ફોટા ખાડીમાં લટકાવાયા

કઈ કઈ જગ્યાથી પરિવર્તન યાત્રા નીકળશે - સોમનાથ મંદિરથી ગોપાલ ઇટાલિયા, પ્રવિણ રામ, નિમિષાબહેનની અધ્યક્ષતામાં નીકળશે. જ્યારે દ્વારકા મંદિરથી ઈશુદાન ગઢવી, અજીતભાઈ, ઇન્દ્રનીલ રાજગુરુની અધ્યક્ષતામાં નીકળશે. જ્યારે દાંડીથી મનોજ સોરઠીયા, રાકેશભાઈ, રામ ધડુકની અધ્યક્ષતામાં નીકળશે. સિદ્ધપુરથી સાગર દેસાઈ, ભેમા ચૌધરી, રમેશભાઈની અધ્યક્ષતામાં નીકળશે. જ્યારે કચ્છમાંથી રાજુ કપરાડા અને કૈલાશ ગઢવીની અધ્યક્ષતામાં જ્યારે ઉમરગામથી અર્જુન રાઠવા અને મહેશ વસાવાની અધ્યક્ષતામાંથી આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Arvind Kejriwal Rajkot Visit: હવે તો મોરબી સિરામિક ઉદ્યોગકારો પણ ભાજપથી નારાજ...

રાત્રિ રોકાણ પર સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન - આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લઈને આવી રહી છે. આ પરિવર્તન યાત્રા તમામ ગામ અને શહેરોમાંથી નીકળશે અને જેમાં રાત્રિ રોકાણ દરમિયાન નાટક પ્રભાતફેરી, જનસંવાદ, લોકસંપર્ક કરવામાં આવશે.વધુમાં જણાવ્યુ હતું કે ગુજરાતમાં 27થી ભાજપ સરકાર શાસન કરી રહી છે. ત્યારે જનતાની સાથે વાત કરવામાં આવશે અને લોકોના અભિપ્રાય લેવામાં આવશે. કે હજુ સુધી તેમના ગામમાં કે શહેરમાં કયા વિકાસના કામો થયા નથી તેની લીસ્ટ પણ તૈયાર કરવામાં આવશે.

Last Updated : May 13, 2022, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.