INIFD ગાંધીનગરના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું કે, અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, અમારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન્સ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે, વિદ્યાર્થીઓના બનાવેલ ડિઝાઇન્સને એક સ્ટેજ મળી રહેશે. જેથી લોકોના પ્રતિસાદ દ્વારા તેમનામાં વધુ સારું કરવાની પ્રેરણા મળે.
સૌપ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા Aghore કલા અને હેરિટેજ જેવી થીમ પર રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત બ્લુ ડાયરી , મુઘલે શામ, ચેકમેટ અનમોલ ઘડી જેવી જુદી-જુદી થીમ પર આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં થતા જુદા-જુદા ફેશન શોમાં આ ફેશન શોમાં વિદ્યાર્થીઓ દ્વારા કંઈક નવું જોવા મળ્યું હતું.