ETV Bharat / state

નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકે કરી માથાકૂટ, જાતે સળગી ફસાવી દેવાની આપી ધમકી

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં( Naroda police station)એક યુવકે ધમપછાડા કર્યા હતા. પોતાના પર પેટ્રોલ છાંટીને પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો (Suicide attempt of police station youth)હતો. યુવકે પોલીસ સ્ટેશનમાં ઓફિસ બહારના દરવાજે પોતાનુ માથું અથડાવી દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો. જે બાદ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનોએ યુવકની ધરપકડ કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકે કરી માથાકૂટ, યુવકે પોતે સળગી બધાને ફસાવી દેવાની ધમકી આપી

author img

By

Published : Jul 18, 2022, 8:00 PM IST

અમદાવાદ: શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં ઘુસીને એક યુવકે સમગ્ર પોલીસ સ્ટેશન (Suicide attempt of police station youth)માથે લીધું હતું. શરીરે પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં ઘુસી અધિકારીના ચેમ્બર (Naroda police station)સાથે માથું પછાડી કાચ તોડી નાખનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુવકે દીવાસળી ચાંપી સળગવાનો પ્રયાસ પણ કર્યો છે.

યુવકે માથા પછાડી તોડફોડ કરી - નરોડા પોલીસ સ્ટેશનમાં ઘૂસીને બે વર્ષ પહેલાં એક યુવકે માથા પછાડી તોડફોડ કરી હતી. તે જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. રવિવારે સાંજના સાત વાગ્યાનાં સુમારે નરોડા વિસ્તારમાં રહેતો પ્રકાશ રમેશ રાણા નામનો 39 વર્ષીય યુવક અચાનક પોલીસ મથકમાં ઘુસી (young man suicide attempt)આવ્યો હતો. તે સમયે ASI હિંમતસિંહ ત્યાં હાજર હતા ત્યારે અચાનક પોલીસકર્મીને જોઈને હું મારી જાતને બ્લેડો મારીશ તેમ કહીને પોલીસ સ્ટેશનની બહાર જતો રહ્યો હતો. એક કલાક બાદ ફરી પોલીસ સ્ટેશનમાં આવીને અગમ્ય કારણોસર પીઆઈની ઓફિસ બહારના દરવાજે પોતાનુ માથું અથડાવી દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો.

આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Torture of land mafias : ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળી SP ઓફિસે કોણે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ?

પોતે સળગી બધાને ફસાવી દેવાની ધમકી આપી - દરવાજામાં આરોપી યુવકે માથું પછાડતા તેને લોહી નિકળતા પોલીસકર્મીઓએ પકડી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીએ પોતે સળગી બધાને ફસાવી દેવાની ધમકી આપી પોતાના ખિસ્સામાંથી દિવાસળી કાઢી સળગાવવાનો પ્રયત્ન કરતા ASI હિંમતસિંહે તેની પાસેથી દિવાસળી છીનવી લીધી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનોએ યુવકને પકડીને બેસાડી દિધો હતો.

આ પણ વાંચોઃ તાપી કિનારે આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયર બ્રિગેડએ પૂછ્યું કારણ... જાણો શું કહ્યું

આવેશમાં આવીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યો - આ પકડાયેલો આરોપી પ્રકાશ રાણા અગાઉ પણ અવારનવાર પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વિના પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે નરોડા પોલીસે પ્રકાશ રાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અગાઉ પોક્સોનાં ગુનામાં ઝડપાયો હોવાથી જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. જોકે તેની કરતુતોનાં કારણે તેની પત્નિ તેને છોડીને જતી રહેતા તે આવેશમાં આવીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ નરોડા પોલીસે આરોપીની પૂછપરછ કરી આ કૃત્ય કરવા પાછળનું સાચુ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.